તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌ માતાને અંતિમ વિદાય:ગોંડલની ગૌશાળામાં દૂધ સ્પર્ધામાં ઈનામ જીતેલી ગાયનું મૃત્યુ થતા શણગાર સજાવી વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢી, ગૌશાળા સંચાલક રડી પડ્યા

અમદાવાદ12 દિવસ પહેલા
ગોંડલ શહેરના ગંજીવાડા રોડ પાસે આવેલ લક્ષ્મી ગીર ગૌશાળામાં કુંઢી ગાયનું મૃત્યુ થયું
  • તરણેતરના મેળાની હરીફાઈ હોય કે દૂધ હરીફાઈ કુંઢી ગાયએ હંમેશા ઇનામો મેળવ્યા
  • કુંઢી ગાયનો વાછડો લાલો બ્રિડ માટે ગુજરાતમાં અગ્રીમ સ્થાન ધરાવે છે

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના ગંજીવાડા રોડ પાસે આવેલ લક્ષ્મી ગીર ગૌશાળામાં કુંઢી ગાયનું મૃત્યુ થતા સંચાલકો દ્વારા પરિવારના સદસ્યની જેમ સ્મશાન યાત્રા કાઢી નાગડકા રોડ પર સમાધિ આપવામાં આવી હતી. આ તકે ગૌસેવાકોની આંખોમાંથી અશ્રુધારાઓ વહી હતી.

કુંઢી ગાયને સોળે શણગારથી સજાવી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મી ગીર ગૌશાળાનું સંચાલન જીગ્નેશભાઈ રૈયાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ગૌશાળાની લાડકી એવી કુંઢી ગાયના મૃત્યુ બાદ ગૌ શાળાના સંચાલકોએ કુંઢી ગાયને સોળે શણગારથી સજાવી વાજતે ગાજતે સ્મશાનયાત્રા કાઢી નાગડકા રોડ પર આવેલ અન્ય ગૌશાળાની જગ્યામાં સમાધિ આપવામાં આવી હતી.

કુંઢી ગાયની ફાઈલ તસવીર
કુંઢી ગાયની ફાઈલ તસવીર

ગાયનો વંશવેલો પણ ઉચ્ચ કોટીનો
આ દરમિયાન ગૌશાળા સંચાલક જીગ્નેશ રૈયાણીએ જણાવ્યું હતું કે કુંઢી ગાય માત્ર ગૌશાળાની જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનાં પશુપાલકોની લાડકી હતી. તરણેતરના મેળાની હરીફાઈ હોય કે દૂધ હરીફાઈ કુંઢી ગાયએ હંમેશા ઇનામો મેળવ્યા છે, તેના સંતાનના સાત બચ્ચાઓ પણ ઉચ્ચ કોટિના મનાઈ રહ્યા છે. જેમાં વાછડો લાલો બ્રિડ માટે ગુજરાતમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. કુંઢી ગાયના મૃત્યુથી ગૌશાળાએ એક પરિવારજન ગુમાવ્યા હોય તેવી દુઃખની લાગણી અનુભવું છું.

ગાયને સમાધિ આપવામાં આવી હતી
ગાયને સમાધિ આપવામાં આવી હતી