તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:કોરોનાગ્રસ્ત મહિલાએ સંતાનને જન્મ આપ્યો, નર્સ માતા બનીને રાખે છે સંભાળ

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઇરસની સ્થિતિમાં ડોક્ટર્સ, આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગ સ્ટાફ સંક્રમણના ભય વચ્ચે યોદ્ધા સાબિત થયા છે. જંગલેશ્વરમાં રહેતા ફિનાઝબેનને 25 એપ્રિલે કોરોના પોઝિટિવ હોવાનું રિપોર્ટમાં આવ્યુ હતું. પોઝિટિવ આવ્યાના બીજા જ દિવસે સિઝેરિયન કરાયું અને એક બાળકનો જન્મ થયો. સંક્રમણની સતત ચિંતાને કારણે બાળકને તુરંત જ માતાથી અલગ કરી દેવાયું હતું અને રિપોર્ટ કરાતા નેગેટિવ આવ્યા છે. નવજાત બાળકને માતાની હૂંફ ફરજિયાત જોઈએ પણ અહીં માતા અને બાળક બંનેએ એકબીજાનો સ્પર્શ નથી કર્યો. તેવામાં સિવિલ હોસ્પિટલના નર્સ મોનિકાબેન જેઠવા સહિતનો સ્ટાફ બાળકની સારસંભાળ માટે સતત કાર્યરત છે. મોનિકાબેન કહે છે કે, ‘દર બે કલાકે બાળકને દૂધ આપવું જરૂરી છે આ માટે માતા પાસે સ્ટાફ જાય છે અને એક્સપ્રેસ્ડ મિલ્ક લઈને આવે છે જે બાળકને ચમચીથી અપાય છે. હજુ તેનું કોઇ નામ નથી પાડ્યુ એટલે અમે તેને બાબો કહીએ છીએ. તેની સાફ સફાઈ અને ડાઈપર બદલાવીએ અને જાગતો હોય તો રમાડીએ પણ ખરા. રડવાનું શરૂ કરે એટલે માતાની જેમ તેડીને હાલરડાં ગાઈએ છીએ. દૂધ આપીને ખભે સૂવડાવી પીઠ થાબડીએ છીએ. બાળકને માતાની હૂંફ મળી નથી પણ અમે તેનું ધ્યાન માતાની જેમ જ રાખીએ છીએ.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો