ડાન્સ પાર્ટીનું ઈન્વેસ્ટિગેશન:રાજકોટની ઇમ્પીરિયલમાં ન્યૂડ પાર્ટીના વાઇરલ વીડિયો અંગે એ ડિવીઝન પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ, પોલીસનું આ 3 મુદ્દા પર ફોકસ

રાજકોટ2 મહિનો પહેલા
વાઇરલ વીડિયોની તપાસ અંગે DCP મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
  • આજે હોટલની અંદરનો વાઇરલ થયેલો વીડિયોને પોલીસ ઓથેન્ટિક ગણતી નથી
  • હોટેલમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી ન હોવાનું હોટેલ સંચાલકનું નિવેદન

રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલી 5 સ્ટાર હોટલ ઇમ્પીરિયલ પેલસમાં ગઇકાલે યુવતીનો ન્યૂડ ડાન્સનો વીડિયો વાઇરલ થયો હતો. બાદમાં ક્રાઇમ બ્રાન્ચ હોટલ પહોંચી તપાસ કરી હતી. જેને લઇને પોલીસ કમિશનર કચેરી ખાતે ઝોન-1ના DCP મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશનના PSI તપાસ કરી રહ્યાં છે અને ક્રાઇમ બ્રાન્ચ પણ ગઇકાલથી તેની મદદ કરી કરી રહી છે. અત્યાર સુધીમાં અમારૂ ફોકસ ત્રણ મુદ્દા પર છે.

આ ત્રણ મુદ્દા પર પોલીસ તપાસ
1.
સોર્સ અને ઓથેન્ટિસિટી ઓફ ધ વીડિયો અંગે વેરિફાઇ કરી રહ્યાં છીએ.
2. જે કંઇ બનાવ બન્યો છે તે જગ્યા પર આવી કોઇ મોટી પાર્ટી હતી કે નહીં.
3. હોટલના તમામ માળના સીસીટીવી ફૂટેજ એન્ટ્રી-એક્ઝિટના સીસીટીવી ફૂટેજ, રજીસ્ટરની ઝેરોક્ષ મેળવી છે. અત્યારે સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી ચાલુ છે.

મુંબઇની મોડલ હોવાની ભારે ચર્ચા.
મુંબઇની મોડલ હોવાની ભારે ચર્ચા.

આજે વાઇરલ થયેલો વીડિયો ઓથેન્ટિક નથી: DCP
મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મને એવું જાણવા મળ્યું છે કે, બે વીડિયો વાઇરલ થયા છે. તે બંને વીડિયો ચેક કર્યા છે અને બીજા નંબરનો હોટલની અંદરનો વીડિયો છે તે વીડિયો ઓથેન્ટિક લાગતો નથી. વીડિયોમાં બેકગ્રાઉન્ડ મેચ થતું નથી. બીજા નંબરના વીડિયોને અમે પ્રાથમિક દ્રષ્ટિએ ઓથેન્ટિક માનતા નથી. તેમ છતાંય આગળની તપાસ કરીશું. ફર્સ્ટ વીડિયોની વાત કરીએ તો તેના આધારે અમે ઇમ્પીરિયલ હોટલ લોકેટ કરી છે. ટોટલી આ વીડિયો ઉંચા બિલ્ડીંગ પરથી ઉતારવામાં આવ્યો છે. હોટલનું પહેલું નિવેદન એવું છે કે, અમારી હોટલમાં લોકો આવે છે તે રૂમમાં શું કરે છે તેનો અમને ખ્યાલ નથી. આવી કોઇ પાર્ટી નથી થઇ તેવું તે લોકો કહે છે.

આ પણ વાંચોઃ ઉદ્યોગપતિઓ પહેલા ન્યૂડ પાર્ટી મોરબીમાં યોજવાના હતા, વરસાદે બાજી બગાડતાં રાજકોટની ઇમ્પીરિયલ હોટલનો મોંઘોદાટ રૂમ નં. 608 બુક કરી પાર્ટી કરી

વાઇરલ વીડિયોમાં નિર્વસ્ત્ર થઈ યુવતી ડાન્સ કરતી જોવા મળી.
વાઇરલ વીડિયોમાં નિર્વસ્ત્ર થઈ યુવતી ડાન્સ કરતી જોવા મળી.

23, 24 કે 25 સપ્ટેમ્બરના રોજનો વીડિયો હોઇ શકે
વધુમાં જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયો અંગે મને વિગત મળી છે તે ઓથેન્ટિક નથી. તેમ છતાં અમે આખા અઠવાડિયાના ડેટા લીધા છે. જેમાં 23, 24 કે 25 સપ્ટેમ્બરના રોજનો વીડિયો હોઇ શકે. હજી સુધી વીડિયોનો સોર્સ મળ્યો નથી. આ વીડિયો ફોરેન્સિકમાં મોકલ્યા પછી જ ખબર પડી શકે કે આ વીડિયો આ તારીખે બનાવવામાં આવ્યો છે. હોટેલમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી ન હોવાનું હોટેલ સંચાલકે નિવેદન આપ્યું છે. તપાસ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ ઝોન-1નાં DCP મનોહરસિંહ જાડેજા.
રાજકોટ ઝોન-1નાં DCP મનોહરસિંહ જાડેજા.

યુવતી મુંબઇની મોડલ હોવાની ચર્ચા
રાજકોટના યાજ્ઞિક રોડ પર ખ્યાતનામ હોટલમાં યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં ડાન્સ કરતો વાઇરલ વીડિયો મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાઇરલ વીડિયોમાં દેખાતી યુવતી મુંબઈથી રાજકોટ આવી હોવાનું અને યુવતી મોડેલ હોવાનું સામે આવી રહ્યું છે. યુવતીને મોરબીના ઉદ્યોગપતિ દ્વારા બોલાવવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...