ગમખ્વાર અકસ્માત:જસદણના ખારચીયા પાસે સ્કૂલવેન અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, ધો.5ની વિદ્યાર્થિનીનું મોત, 8ને ગંભીર ઇજા

રાજકોટએક મહિનો પહેલા
  • સ્કૂલવેનના ડ્રાઇવરને જેકની મદદથી 1 કલાકની જહેમત બાદ બહાર કઢાયો

જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે સ્કૂલવેન અને કાર વચ્ચે સામસામી ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં ધો.5ની વિદ્યાર્થિની ગૌરી નું મોત નીપજ્યું છે જ્યારે 8 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને 108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂલવેનના ડ્રાઇવરને જેકની મદદથી બહાર કઢાયો
એસેન્ટ કાર સાથે સ્કૂલવેન સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં એસેન્ટ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત થતા ઘટનાસ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા અને સ્કૂલવેનના ડ્રાઇવરને જેકની મદદથી એક કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તમાં સ્કૂલવેનના ડ્રાઇવર સંજયભાઈ બાવળિયા, સોમીરાણા ભરતસિંગ, હેમાની રાણા, ભોળાભાઈ રામાણી, ચંદ્રિકાબેન રામાણી, દયાબેન રામાણી, શિલ્પાબેન રામાણી અને યુગ રામાણીનો સમાવેશ થાય છે.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.

જસદણની એકલવ્ય સ્કૂલની સ્કૂલવેન હતી
હનુમાન ખારચીયા ગામ તરફથી સ્કૂલવેન આવી રહી હતી ત્યારે ગોંડલ હાઈવે પર ગોળાઈમાં સામેથી આવતી એસેન્ટ કાર તેની સાથે ધડાકાભેર અથડાઇ હતી. સ્કૂલવેન જસદણની એકલવ્ય સ્કૂલની હતી અને અંદર ચાર વિદ્યાર્થી બેઠા હતા. જેમાં ધો.5ની વિદ્યાર્થિની ગૌરી અજયસિંગનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થી સહિત કારમાં સવાર 7 વ્યક્તિ સહિત 8ને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ બનતા જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્તોને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
ઇજાગ્રસ્તોને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

સ્કૂલવેનનો ભક્કો બોલી ગયો
આ અકસ્માતમાં સ્કૂલવેનનો ભુક્કો બોલી ગયો હતો. સ્કૂલવેનના આગળના ભાગને મોટુ નકસાન પહોંચ્યું છે. સ્કૂલવેન હનુમાન ખારચીયા ગામથી નીકળી વીરનગર ગામ તરફ જતી હતી. ત્યારે ગોંડલ હાઇવે પર ગોળાઈ પાસે અકસ્માત નડ્યો હતો. બીજી તરફ કારમાં મોટુ નુકસાન પહોંચ્યું છે

કારને પણ નુકસાન પહોંચ્યું.
કારને પણ નુકસાન પહોંચ્યું.

એકની એક દીકરીના પિતાનો વલોપાત
ગૌરીની પિતા અજયસિંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી દીકરી આજે સવારે સ્કૂલવેનમાં સ્કૂલ જઇ રહી હતી. જસદણની એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ત્યારે સવારે 6 વાગ્યે અકસ્માત થતા મારી દીકરીનું મૃત્યુ થયું છે. અમે ઉત્તરપ્રદેશના રહેવાસી છીએ.

સરકાર મૃતક વિદ્યાર્થીને 10 લાખ સહાય આપે
NSUIના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ હતુ કે, અવારનવાર સ્કૂલો-કોલેજોનો ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગી બસ કે વેનના થતા ગમખ્વાર અકસ્માતો સર્જાતા ઘણા ખરા આશાસ્પદ વિદ્યાર્થીઓ મોતને ઘાટ ઉતરતા હોય છે. પંરતુ આ અંગે રાજ્ય સરકાર ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં વિદ્યાર્થીઓને સુદ્રઢ સેફ્ટીની ગાઈડલાઈનનુ અનુકરણ કરવામાં નિષ્ફળ નિવડી છે. તેમજ RTO તંત્ર દ્રારા ચોક્કસ સમયે વાહનોની ગુણવતાની ચકાસણી, ડ્રાઇવરોના હેલ્થ રિપોર્ટ,CNG વાહનોની મનાઈ, સ્પિડ લિમીટ જેવા ઘણાખરા વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન સુરક્ષા અંગે નિયમો માત્ર કાગળો પર રહે છે અને તેના કારણે અંતે ભોગ તો વિદ્યાર્થીઓને અને તેના પરિવારજનોને બનવું પડે છે તે ખૂબ દુખદ બાબત છે. રાજ્ય સરકાર મૃતક વિદ્યાર્થીના પરિવારને રૂ.10 લાખની અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના પરિવારને રૂ.5 લાખની સંવેદનારૂપે સહાય આપે તેવી માગણી છે.

​​​​(કરસન બામટા, આટકોટ)