તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખું સેવાકાર્ય:રાજકોટના સ્મશાનમાં ખ્રિસ્તી યુવક PPE કીટ પહેર્યા વગર જ કોરોનાના મૃતકોની અંતિમવિધિ કરે છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપીઈ કિટ પહેર્યા વગર જ આ દિવ્ય કાર્ય કરું છુ, પરિવારનો સાથ સારો મળ્યો છે : વિલિયમ ડિસોઝા

કોવિડકાળમાં અનેક વર્ગના લોકો વિવિધ પ્રકારે સેવાકાર્ય કરી રહ્યા છે. ત્યારે એક કિસ્સો એવો સામે આવ્યો જેમાં રાજકોટના સ્મશાનમાં અગ્નિદાહની વિધિ કોઈ હિંદુ વ્યક્તિ દ્વારા નહિ પરંતુ એક ખ્રિસ્તી પુરુષ દ્વારા કરવામાં આવી રહી છે. જેને ખરા અર્થમાં નાત-જાતના વાળાને ઓળંગ્યું છે અને સાચી માનવતા પ્રસ્થાપિત કરી છે. ત્યારે રાજકોટ ખાતે રહેતા 40 વર્ષીય ખ્રિસ્તી વિલિયમ ડિસોઝા કે જે ખાનગી ક્ષેત્રે નોકરી કરી રહ્યા છે.

વાગુદળના સ્મશામનું સંચાલન કરે છે
તેઓએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેઓ ખુબ જ ડરપોક છે અને કોઈને ઈન્જેકશન લગાડવામાં આવતું હોય તો તે પણ જોઈ શકતા નથી. ત્યારે તેમના શેઠ દ્વારા વાગુદળ ગામે જે 14 ખાટલાનું સ્મશાન શરૂ કરવામાં આવેલું છે, તેનું સંચાલન તેમના દ્વારા કરવામાં આવે છે, જેથી તેઓએ આ સેવા કાર્ય માટે પ્રેરિત કર્યા હતા, સાથો સાથ તેમના ઓફિસના અન્ય એક સભ્યએ પણ આ કાર્યમાં સાથ આપ્યો હતો.

જીવનમાં પરિવર્તન આવ્યુંઃ યુવક
​​​​​​​વધુમાં તેઓએ કહ્યું હતું કે, કેવી રીતે અગ્નિદાહની વિધિનું કાર્ય તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું તેનો કોઈ જ ખ્યાલ નથી. પરંતુ જ્યારથી આ કાર્ય શરુ થયું છે તે સમયથી જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. સાથો-સાથ ઘણી ખરી વખત ઘણા મૃતદેહ જયારે ખાટલા પર રખાયા હોય તે સમયે યોગ્ય રીતે લાકડા ન રાખતા હાથ સહિતના અંગો લટકી પડતા હોય છે ત્યારે તે સમયે પણ તેને ફરી સરખા કરી યોગ્ય રીતે ગોઠવામાં આવે છે.​​​​​​​ ઘણી વખત તો સ્વજનોને ફૂલ પણ તેઓ જ આપે છે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, મૃતદેહની સાથે લોકો અને તબીબો પણ પીપીઈ કીટ પહેરીને ઊભા હોય તે સમયે કોઈ ડર રાખ્યા વગર માત્ર માસ્કના સહારે જ અગ્નિદાહ આપવમાં આવે છે. તેઓએ કહ્યું કે આ સમય નાત-જાતને ભૂલી એક બીજાની સાથે ઉભા રહેવાનો છે. ત્યારે પરિવાર અને સમાજના લોકો દ્વારા પણ કરેલા કાર્યને બિરદાવવામાં આવે છે અને વધુને વધુ સેવા કરવા પ્રેરિત પણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...