રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર વિમલનગરમાં આવેલ ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં પગી તરીકે કામ કરતાં અને ત્યાં જ ઓરડીમાં રહેતા પાળી અંકિતકુમારના સવા વર્ષનો પુત્ર વિહાન રમતા-રમતાં પાણીની ડોલમાં પડી ગયો હતો. પાણી ભરેલ ડોલમાં ગુંગણામણ થતાં બે -ભાન થઈ ગયો હતો. જેમને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતકનો પરીવાર મુળ નેપાળનો રહેવાસી છે અને લાંબા સમયથી રાજકોટમાં રહી સેકયુરીટીનું કામ કરે તેમજ તે બે ભાઈમાં નાનો હતો જેમના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.
પોસ્કોના ગુનામાં દસ દિવસથી ફરાર આરોપી મળી આવ્યો
રાજકોટ એરપોર્ટ પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે મેસવાડા ગામની સીમમાં રહેતાં અને અંકલેશ્વર પોલીસ મથકના અપહરણ અને પોસ્કોના ગુનામાં દસ દિવસથી ફરાર રાજ ગોસાઇ અને ભોગ બનનારને બંન્નેને પકડી અંકલેશ્વર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.
આધેડનું અચાનક બેભાન થયા, સારવારમાં મોત નીપજ્યું
રાજકોટ નજીક સરધારમાં રહેતાં અને જી.ઈ.બી માં ફરજ બજાવતા મકનભાઈ મથુરભાઈ રાઠવા (ઉ.વ.43) ગત રાત્રીના દસ વાગ્યે પોતાના ઘરે હતાં ત્યારે એટેક આવતા બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેનું સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક સાત ભાઈ બહેનોમાં નાના હતાં અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
પ્રોહીબીશનના ગુનામાં 5 મહિનાથી ફરાર બેની ધરપકડ
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા બે આરોપીની LCB ઝોન 2 એ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેનાલ રોડ પર લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા બે સગા ભાઇઓ હાર્દિક સોલંકી અને ભૌમિક સોલંકી સામે આજથી 5 મહિના પહેલા પ્રોહીબીશનની કલમ 65(એ)(એ), 116(બી) અને 81 મુજબ ફરિયાદ નોંધાઈ હતી જે બાદ તેઓ નાસ્તા ફરતા હતા ત્યારે આજ રોજ બન્ને ભાઇઓ ઘરે હોવાની બાતમી મળતા LCB ઝોન 2 ની ટીમે સ્થળ પર પહોંચી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બન્ને ભાઈઓ વિરુધ્ધ અગાઉ પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે.
દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર દેવેન ઉર્ફે દેવાને SOG ની ટીમે આકાશવાણી ચોક પાસેથી દબોચી કાર્યવાહી કરી હતી. SOG ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શહેર કાઇમ બ્રાંચના બે વર્ષ પહેલાના દારૂના ગુનામાં નાસતા ફરતા દેવેન ઉર્ફે દેવો ઉર્ફે દેવાંગ ભીખુ માણેક (ઉ.વ.37) ને બાતમીના આધારે SOG ની ટીમે યુનિવર્સિટી પરના આકાશવાણી ચોક પાસેથી દબોચી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ક્રાઇમ બ્રાંચને સોંપેલ હતો.
દારૂના ગુનામાં 4 માસથી ફરાર આરોપી ઝડપાયો
વિદેશી દારૂના જથ્થામાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બેડી નજીક દારૂના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સંજય ચૌહાણ હોવાની બાતમી મળતા તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ બે વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.