હવામાન:રાજકોટના વાતાવરણમાં પલ્ટો, સવારથી જ વાદળછાયું વાતાવરણ, વરસાદ પડે તેવી સંભાવના

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું - Divya Bhaskar
મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું
  • મિશ્ર વાતાવરણને કારણે અસહ્ય બફારાથી લોકો અકળાયા

હવામાં વધતું જતું ભેજનું પ્રમાણ, નૈઋત્ય તરફથી આવતા પવન અને અપર એર સર્ક્યુલેશન એ ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારે મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. વાદળો છવાય જવાના કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ગમે તે ઘડીએ વરસાદ પડે તેવી સંભાવના છે.

ઝાપટાં પડશે તેવી શક્યતા વર્તાઈ રહી છે
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસભર ગરમી અને રાત્રે ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. આ મિશ્ર વાતાવરણના કારણે કોરોના ફેલાવાની શક્યતા વર્તાય રહી છે. હાલ સવારે આકાશ સ્વચ્છ રહે છે અને બપોરે વાદળછાયું વાતાવરણ અને રાત્રે ઠંડા પવન સાથે વરસાદી માહોલ કે હળવા ઝાપટાં પડશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું
મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું

ચાર દિવસ પહેલા દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો
છેલ્લા ઘણાં દિવસથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. શહેરમાં 4 દિવસ પહેલા સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું અમુક વિસ્તારોમાં આગમન થયું હતું. પવન સાથે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી હતી. શહેરના યાજ્ઞિક રોડ અને ગોંડલ ચોકડીની નજીકના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

શહેરમાં 4 દિવસ પહેલા સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું
શહેરમાં 4 દિવસ પહેલા સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું