આયાતી તેલ મોંઘા થતા ઘરઆંગણે સ્થાનિક તેલ મોંઘા બન્યા છે. સિંગતેલે અત્યાર સુધી ઓલટાઈમ હાઈ રહેતા તેલનો ડબ્બો રૂ.2800 એ પહોંચ્યો હતો. જોકે છેલ્લા બે-ત્રણ દિવસથી સિંગતેલમાં સ્થિર વલણ છે. આમ છતાં સિંગતેલનો ડબ્બો હજુ રૂ. 2700ની સપાટીની ઉપર પહોંચ્યો છે. તેની સાથે- સાથે સનફ્લાવર પણ રૂ. 2700ની ઉપર થયો છે. જ્યારે કપાસિયા તેલ રૂ.2700 એ પહોંચવામાં માત્ર રૂ.20નું જ છેટું રહ્યું છે.
બુધવારે સિંગતેલ લૂઝમાં રૂ.1575ના ભાવે 10-15 ટેન્કરના કામકાજ નોંધાયા હતા.જ્યારે કપાસિયા વોશમાં રૂ.1560-1565ના ભાવે 10-15 ટેન્કરના કામકાજ રહ્યા હતા. જોકે પખવાડિયા પૂર્વેની સરખામણીએ હાલમાં તેલ બજારમાં સ્થિર વલણ છે. આમ છતાં ભાવ ઉંચા રહેતા હાલમાં ખરીદી નહીંવત હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
ગુરુવારે જાડી મગફળીની 1600 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. જેમાં એક મણનો ભાવ રૂ.1100થી 1130 સુધીનો ભાવ બોલાયો હતો. જ્યારે ઝીણી મગફળીમાં 700 ક્વિન્ટલની આવક થઇ હતી. તેનો ભાવ પણ રૂ.1062થી 1274 સુધીનો બોલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.