તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મચ્છરોના ઉપદ્રવનું કારણ બનેલી ગાંડીવેલ દૂર કરવા અભિયાન શરૂ કરાયું

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટની આજી નદીમાં ચોમાસા બાદ બંધિયાર પાણી એકઠા થતા ત્યાં ગાંડી વેલનું સામ્રાજ્ય ઊભું થાય છે અને પછી તેમાં ક્યુલેક્સ નામની ઉપદ્રવી પ્રજાતિના મચ્છર બ્રીડિંગ કરે છે અને ઝુંડના ઝુંડ આવી ચડે છે. બેડી ગામ અને યાર્ડમાં આ મચ્છરોના ત્રાસને કારણે સાંજના સમયે બહાર નીકળી શકાતું નથી અને તેને કારણે જ ગત વર્ષે આ મુદ્દાને લઈને યાર્ડમાં વિરોધ વંટોળ અને ઘર્ષણ થયું હતું.

તાબડતોબ ભાડાપટ્ટે મશીનો મગાવાયા અને વેલ દૂર કરવાનું શરૂ કરાયું હતું. આરોગ્ય શાખાએ ગુરુવારે જંગલેશ્વર વિસ્તારમાં સ્મશાન પાછળ જેસીબી અને દવાઓ સાથે પહોંચી ગયા હતા. જે જગ્યાએ પાણી બંધિયાર થયું હતું ત્યાં ખોદીને પાણીનું વહેણ ચાલુ કરાયું હતું. શક્ય હોય ત્યાં વેલ દૂર કરાઈ હતી અને બાકી જગ્યાઓ પર મચ્છરના પોરા ન થાય તે માટે દવાનો છંટકાવ કરાયો હતો.

ડે. મ્યુનિ. કમિશનર બી. જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વેલ દૂર કરવાના ખાસ મશીન બે મહિનામાં આવી ગયા બાદ દરરોજ વેલ દૂર કરવાનું કામ કરાશે. લાલપરી તળાવ, નદીમાં ગાંડી વેલ હટાવવા પર પણ ધ્યાન અપાશે.

અન્ય સમાચારો પણ છે...