ગમખ્વાર અકસ્માત:ગોંડલ નજીક આખલો આડે ઉતારતા બસ પલટી મારી, પિતૃકાર્ય કરવા જતા એક જ પરિવારના 45થી વધુને ઇજા, મધરાતે હાઈવે ચીચીયારીથી ગુંજ્યો

ગોંડલએક મહિનો પહેલા
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા
  • 30ને ગોંડલ ખાતે અને 10 ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

જસદણ- ગોંડલ હાઇવેથી એક કી.મી. દૂર ઘોઘાવદર ગામ પાસે મોડી રાત્રે વડાલીથી પિતૃકાર્ય પૂર્ણ કરીને ગોંડલ આવતા કોળી પરિવારની બસને આડે આખલો આવતા અકસ્માત નડ્યો હતો. અકસ્માતના બનાવની જાણ થતા 108ની ટીમ, નગરપાલિકા અને માનવ સેવા સમાજ, માંધાતા ગ્રુપની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઇ જતા ચીચીયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.આ અકસ્માતમાં 45-50 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં સૌ પ્રથમ ગોંડલની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તેમાંથી 10 લોકોને રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયાં હતાં.

કેપેસીટી કરતા વધુ મુસાફરો સવારી કરતા હતા
કેપેસીટી કરતા વધુ મુસાફરો સવારી કરતા હતા
ધારેશ્ર્વર ચોકડી નજીક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો
ધારેશ્ર્વર ચોકડી નજીક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો

45થી 50 લોકોને નાની-મોટી ઇજા થઇ છે
પ્રાપ્ત વિગતો મુજબ રાત્રીના 2 વાગ્યાના સુમારે વડાલીથી ગોંડલ આવી રહેલ આઇકૃપા ટ્રાવેલ્સ ની GJ 14T 0835 નંબરની બસ ઘોઘાવદર રોડ ઉપર ધારેશ્ર્વર ચોકડી નજીક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી બસ રોડની સાઇડમાં પલટી ખાઇ જતા ચીસાચીસ મચી જવાં પામી હતી. આ અંગે કોળી પરિવારના ઇજાગ્રસ્ત વાસુરભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે, અમારું મૂળ ગામ જસદણ છે. અમે પરિવાર સાથે વડાલી વડાલી પિતૃકાર્ય કરવા જતા હતા. રાત્રે 11:30એ વડાલીથી નીકળ્યા બાદ અમે ગોંડલ આવતા હતા એ દરમિયાન આખલો બસ આડે આવતા આવતા બસ પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં 45થી 50 લોકોને નાની-મોટી ઇજા થઇ છે. એમાંથી 10 લોકોને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે.

કોળી પરિવારના ઇજાગ્રસ્ત વાસુરભાઈ સાકરીયા
કોળી પરિવારના ઇજાગ્રસ્ત વાસુરભાઈ સાકરીયા
10 લોકોને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા
10 લોકોને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા

કેપેસીટી કરતા વધુ મુસાફરો સવારી કરતા હતા : પોલીસ સૂત્રો
આ અકસ્માતના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.સદનસીબે મુસાફરોને નાની મોટી ઇજા પહોચી હતી. પરંતુ કોઈ જાનહાની થઇ નથી. આ બનાવ અંગે સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બસની કેપેસીટી કરતા વધુ મુસાફરો સવારી કરતા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા

(પિન્ટુ ભોજાણી અને હિમાંશુ પુરોહિત,ગોંડલ )