તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રૂ.6.75 લાખના દારૂ ભરેલા વાહન સાથે બૂટલેગર પકડાયો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ રોડ બરકતીનગરમાં પોલીસનો દરોડો
  • મોરબીનો શખ્સ દારૂ આપી ગયાનું રટણ

શહેરમાંથી પોલીસે વધુ એક લાખોની કિંમતના વિદેશી દારૂ સાથે બૂટલેગરને પકડી પાડ્યો છે. ગોંડલ રોડ પર આવેલા બરકતીનગર પાસે વિદેશી દારૂનો જથ્થો ભરેલા વાહન સાથે એક શખ્સ ઊભો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે રવિવારે સવારે પોલીસે માહિતી મુજબના સ્થળે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન બરકતીનગરમાં આવેલા બાલાજી રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા બૂટલેગર કલ્પેશ ઉર્ફે જગદીશ ઉર્ફે જગો મનસુખ શેઠ નામના શખ્સને ઝડપી લીધો હતો. વાહનમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 1281 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.6,74,900નો શરાબ, વાહન મળી કુલ રૂ.9.80 લાખનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા બૂટલેગરની ધરપકડ કરી છે.

બૂટલેગર કલ્પેશ ઉર્ફે જગદીશની પૂછપરછ કરતા તેને વિદેશી દારૂનો જથ્થો ભરેલું વાહન મોરબીના વાઘપરાનો આમીર ઉર્ફે આમીન અબ્દુલરહીમ ચાનિયા નામનો શખ્સ આપી ગયાની કેફિયત આપી હતી. જેથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા તેમજ મૂળ સુધી પહોંચવા બે દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે. અગાઉ ચાર-ચાર વખત પાસા તળે જેલ યાત્રા કરી ચૂકેલા બૂટલેગર કલ્પેશ ઉર્ફે જગદીશ સામે રાજકોટ, આણંદ, સુરત પોલીસમાં પાંચ ગુના નોંધાયા છે. આ શખ્સ રાજકોટમાં અગાઉ ક્યા-ક્યા સ્થળે દારૂની ડિલિવરી આપી છે તેની પણ તપાસ થશે.

અન્ય સમાચારો પણ છે...