પોલીસને ધંધે લગાડી:રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં બોમ્બ મળ્યાની માહિતીથી અફરાતફરી મચી, તપાસ કરતા ઇલેક્ટ્રિક ડિવાઈસ મળ્યું

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
તપાસ કરતા સામાન્ય ઇલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું - Divya Bhaskar
તપાસ કરતા સામાન્ય ઇલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું
  • 'જીનેટીક બોમ્‍બ' લખેલ બોક્સ મળતા સ્થાનિકે પોલીસને જાણ કરી
  • પોલીસે આ મામલે ખાનગી રાહે તપાસ શરૂ કરી

રાજકોટ શહેરના હાર્દસમા લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલ શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં બોમ્બ મળ્યાની માહિતી ભક્તિનગર પોલીસને મળી હતી. જેને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા સામાન્ય ઇલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું હતું. જે ડિવાઈસ ઉપર જિનેટિક બોમ્બ લખ્યું હતું. આ મામલે પોલીસે બોમ્બ સ્કવોડને જાણ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

બિલ્‍ડીંગની બહાર ઓટા પર આ બોક્‍સ ફેંકી દીધું
જાણવા મળ્‍યા મુજબ લક્ષ્મીવાડી શેરી નં. 9માં આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. સી-2 ત્રીજા માળે રહેતાં તેજસભાઇ જગદીશભાઇ રાજદેવ (ઉ.વ.35)એ પોલીસને જાણ કરી હતી કે સવારે અગિયારેક વાગ્‍યે પોતે એપાર્ટમેન્‍ટની લિફટમાંથી ઉપર જતાં હતાં ત્‍યારે લિફટના ડાબી બાજુના ખુણાના ભાગે એક ઇલેક્‍ટ્રીક બોક્‍સ જેવું પડયું હતુ. પોતાની ઓછી દ્રષ્‍ટીને કારણે તેઓ બોક્‍સ ઉપરનું લખાણ વાંચી શક્‍યા નહોતાં. જેથી તેણે હાથમાં લઇને વાંચતા તેમાં જીનેટીક બોમ્‍બ એવું લખાણ જોવા મળતાં જ તેમણે બિલ્‍ડીંગના દાદરા પાસે અને બાદમાં બિલ્‍ડીંગની બહાર ઓટા પર આ બોક્‍સ ફેંકી દીધું હતું અને બિલ્‍ડીંગના અન્ય રહેવાસીઓને જાણ કરતાં પોલીસ કન્‍ટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

'જીનેટીક બોમ્‍બ' લખેલ બોક્સ મળ્યું
'જીનેટીક બોમ્‍બ' લખેલ બોક્સ મળ્યું

પોલીસે આ મામલે ખાનગી રાહે તપાસ શરૂ કરી
બનાવની જાણ ઉચ્‍ચ અધિકારીઓને કરવામાં આવી હતી. તેમજ ભક્‍તિનગર પોલીસને પણ કરવામાં આવી હતી. જેથી પોલીસે એસીપી એસ. આર. ટંડેલ તેની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. બોક્‍સ પર બોમ્‍બ લખેલુ હોઇ બોમ્‍બ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍કવોડને પણ જાણ કરવામાં આવી હતી. બોમ્‍બ સ્‍કવોડ દ્વારા શંકાસ્‍પદ જેનેટીક બોમ્‍બ લખેલુ બોક્‍સ સલામત સ્‍થળે લઇ જઇ બોમ્‍બ સ્‍ક્‍વોડની ટીમે ખોલીને જોતાં અંદરથી ઇલેક્‍ટ્રીક સરકીટ જેવું મળ્‍યું હતું. જેનાથી બ્‍લાસ્‍ટ થાય તેવું નહોતું. આ વસ્‍તુ લિફટમાં કોઇ ટીખળીએ કોઇને ડરાવવા માટે મુકી હતી કે પછી બીજો કોઇ ઇરાદો હતો? તે અંગે ચર્ચા જાગી છે. બોક્‍સ લિફટમાં કોણે અને શા માટે મુક્‍યું? તેના પર જેનેટીક બોમ્‍બ કોણે લખ્‍યું? આ સહિતના મુદ્દે રહેવાસીઓમાં અને વિસ્‍તારમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસે આ મામલે ખાનગી રાહે તપાસ શરૂ કરી દીધી છે.

બોમ્‍બ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍કવોડને દ્વારા તપાસ કરવામાં આવી
બોમ્‍બ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍કવોડને દ્વારા તપાસ કરવામાં આવી