રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:સંતોષીનગરમાં 10 વર્ષથી ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો, કમ્પાઉન્ડરનો અનુભવ લઇ ગામડામાં ફેરીથી શરૂઆત કરી હતી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંતોષીનગરમાં 10 વર્ષથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો. - Divya Bhaskar
સંતોષીનગરમાં 10 વર્ષથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો.

રાજકોટ શહેર SOG પોલીસે વધુ એક બોગસ ડોક્‍ટરની ધરપકડ કરી છે. રેલનગર વિસ્તારમાં સંતોષીનગર મેઇન રોડ પર આવેલા દવાખાનામાં નકલી ડોક્‍ટર પ્રેક્ટિસ કરે છે તેવી બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્‍યો હતો. ત્‍યાં ડોક્‍ટર તરીકે બેઠેલા વૃદ્ધની પૂછપરછ થતાં પોતાનું નામ રમણિક છગનભાઇ જોટાંગીયા જણાવ્‍યું હતું. પોલીસે મેડિકલ પ્રેક્ટિસની ડિગ્રી માગતાં તેણે નહીં હોવાનું કહેતાં ગુનો નોંધી ધરપકડ કરી દવા, સાધનો મળી રૂ. 2810નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં રમણિક જોટાંગીયાએ કબુલ્‍યું હતું કે, વર્ષો પહેલા પોતે ડો. મારૂને ત્‍યાં કમ્‍પાઉન્‍ડર હતાં તેના આધારે બાદમાં ગામડાઓમાં ડોક્‍ટર બનીને ફેરી ચાલુ કરી હતી. એ પછી દસેક વર્ષ સુધી રૈયાધારમાં દવાખાનુ ચલાવ્‍યું હતું. ત્‍યારબાદ છેલ્લા દસેક વર્ષથી સંતોષીનગરમાં દવાખાનુ ખોલીને બેઠા હતાં.

નવી મેંગણી ગામમાં ખેડૂતનું કૂવામાં પડી જતા મોત.
નવી મેંગણી ગામમાં ખેડૂતનું કૂવામાં પડી જતા મોત.

કોટડાસાંગાણીના નવી મેંગણીમાં ખેડૂતનું કૂવામાં પડી જતા મોત
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના નવી મેંગણીમાં રહેતા દિલીપભાઇ ટપુભાઇ સિદાપરા (ઉં.વ.55) ગત રાત્રિના 9 વાગ્યે પોતાની વાડીએ ગયા ત્યારે અંધારામાં ઓરડી નજીક આવેલા કૂવામાં પડી ગયા હતા. આ અંગે વાડીએ રહેલા તેના પુત્રને જાણ થતા પોલીસ અને રાજકોટ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઓફિસર યોગેશભાઇ જાની, પરેશભાઇ ચુડાસમા અને ફાયરમેન મહેશભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પેરોલ જમ્પ કરી એક વર્ષથી ફરાર કેદી ઝડપાયો.
પેરોલ જમ્પ કરી એક વર્ષથી ફરાર કેદી ઝડપાયો.

હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર કેદી ઝડપાયો
​​​​​​​
સુરેન્દ્રનગરમાં હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ જમ્પ કરી એક વર્ષથી ફરાર કેદીને પેરોલ ફર્લો સ્ક્વોડે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પેરોલ ફર્લોની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પાસેથી જયપાલસિંહ બાધુભા પરમારને પકડી લઇ સુરેન્દ્રનગર જેલમાં સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જયપાલસિંહ સુરેન્દ્રનગરની હત્યાના ગુનામાં સુરેન્દ્રનગર જેલમાંથી પેરોલ જમ્પ કરી છેલ્લા એક વર્ષથી ફરાર હતો.

ત્રણ યુવાનને બર્થડેમાં કેક ઉડાડવાની ના પાડતા છરી ઝીંકી
રાજકોટ શહે૨ના કોટેચા ચોક પાસે આવેલ કૈ૨વી પાન નામની દુકાન નજીક કેટલાક શખ્સો બર્થ-ડે ઉજવી ૨હ્યા હતા. જેમાં કેક ઉડાડતા હોય મિત્રો સાથે આવેલા ભ૨વાડ યુવાને કેક ઉડાડવાની ના પાડી જન્મદિવસ શાંતિથી ઉજવવાનું કહેતા સામા પક્ષના લોકોએ બોલાચાલી કરી છરી કાઢી ભ૨વાડ યુવકને ઝીંકી દેતા ઘવાયેલા યુવકને સા૨વા૨ માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે દાનાભાઈ ભોજાભાઈ શીયાળીયાએ ફરિયાદમાં રિયાઝ સુમરા, લાલા ભ૨વાડ અને એક અજાણ્યા શખ્સનું નામ આપતા પોલીસે IPC કલમ 324, 323, 294(ખ) અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દાનાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
દાનાભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું માતા-પિતા સાથે ૨હું છું અને પશુ પાલનનો વ્યવસાય કરું છું. પરિવા૨ને મદદરૂપ થાવ છું. ગઈકાલે રાત્રિના 11 વાગ્યે હું અને મારો મિત્ર અજયભાઈ બાલાસરા બન્ને તેના એક્સેસ ઉપ૨ બેસી કોટેચા ચોક પાસે આવેલી કૈ૨વી પાનની દુકાને પાન-ફાકી ખાવા ગયા હતા. આ દરમિયાન મારા મિત્ર વિપુલભાઈ, ગોપાલભાઈ અને લાલાભાઈ સોહલા પણ ત્યાં પાન-ફાકી ખાવા આવ્યા હતા. ત્યાં પહેલેથી જ દેવાભાઈ બોળીયા અને ધર્મેશભાઈ સાકડીયા પણ હાજ૨ હતા. અમે બધા મિત્રો વાતચીત કરી ૨હ્યા હતાં ત્યારે કે૨વી પાનની બાજુમાં આવેલી ડીલક્સ પાનની આગળ ખુલ્લી જગ્યામાં જન્મદિવસની ઉજવણી ક૨તા હતા ત્યારે આશરે 12.15 વાગ્યે યુવાનો એકબીજાની ઉપ૨ કેક ઉડાડતા હતા. જેમાં કેકનો ટૂકડો ઈનોવા ગાડી ઉપ૨ અને બીજો ટૂકડો મારા મિત્ર ગોપાલભાઈ ઉપ૨ પડતા મારી સાથે આવેલા અજયભાઈએ યુવાનોને શાંતિથી જન્મદિવસની ઉજવણી ક૨વાનું કહી કેક ઉડાડવાની ના પાડી હતી.

છરીનો એક ઘા મારા જમણા હાથમાં માર્યો
થોડીવા૨ બાદ યુવાનોએ કેક ઉડાડવાનુ બંધ કરી અને 10 મિનિટ થયા બાદ અમે મારા ઘ૨ ત૨ફ જવા નીકળ્યા ત્યારે મવડી વિસ્તા૨માં ૨હેતો લાલો ભુડીંયા જે અજયભાઈ સાથે ગાળાગાળી ક૨વા લાગ્યો હતો અને કાઠલો પકડી કહ્યું કે, બોલ તારે શું છે ? તેમ કહી ઝઘડો ક૨વા લાગતા ઈનોવામાં બેઠેલા વિપુલભાઈ તેમજ તેઓના મિત્ર ગાડીમાંથી ઉતરી મારી પાસે આવ્યા હતા અને તે દ૨મિયાન લાલો ભ૨વાડ અને તેનો મિત્ર રિયાઝ સુમરા અને તેની સાથે આવેલો અજાણ્યો શખ્સ તેના બાઈકમાંથી છરી કાઢી રીયાઝ છરીના એક ઘા મને જમણા હાથે મારી દેતા લોહી નીકળવા લાગ્યુ હતું.

ગાંધીગ્રામ પોલીસે ત્રણેય શખસોની શોધખોળ હાથ ધરી
ત્યા૨બાદ મારી સાથે ૨હેલા અજયભાઈ મને લઈને પુમાના શો-રૂમ નજીક લઈ ગયા ત્યારે આ રિયાઝ પીછો કરીને અમારી પાછળ આવ્યો હતો અને મારા મિત્ર વિપુલભાઈને પીઠના ભાગે અને ખંભા ઉપ૨ છરી વડે ઈજા કરી હતી. મારા ઓળખીતા ભ૨તભાઈ સોહલા ત્યાંથી નીકળતા મને તેની ગાડીમાં બેસાડી ખાનગી હોસ્પિટલમાં સા૨વા૨ માટે લઈ ગયા હતા. જ્યારે હુમલો ક૨ના૨ ત્રણેય શખ્સો સ્વામિનારાયણ મંદિ૨ ત૨ફ નાસી ગયા હતા. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...