તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનના અંતિમ પડાવમાં પણ મોજે દરિયા:રાજકોટમાં 95 વર્ષના કોરોનાગ્રસ્ત વૃદ્ધા ઓક્સિજન પર, છતાં બેડ પર ગરબાના તાલે ઝુમ્યા, મધર્સ ડે પર એક માતાની હિંમતને દાદ

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ સિવાલમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાએ ગરબાના તાલે ઝુમી ઉઠ્યા.
  • કોરોનાથી ગભરાય ગયેલા લોકોએ આ વૃદ્ધા પાસેથી શીખવા જેવું છે

હાલ રાજકોટમાં કોરોનાની ઘાતક બીજી લહેર ચાલી રહી છે. કોરોનાનું નામ પડતા જ ભલભલા હિંમત હારી જાય છે. પરંતુ જીવનના અંતિમ પડાવમાં પહોંચેલા 95 વર્ષના વૃદ્ધાની હિંમતને જોઇને સલામ કરવાનું મન થઇ જાય. આ વૃદ્ધા ઓક્સિજન પર હોવા છતાં પણ માસ્ક પહેરેલી હાલતમાં બેડ પર જ બેઠા બેઠા ગરબાના તાલે ઝુીમ ઉઠ્યા હતા. આજે મધર્સ ડે પર આવી માતાની હિંમતને દાદ દેવી પડે.

વૃદ્ધાએ હોસ્પિટલ સ્ટાફની હિંમતમાં પણ વધારો કર્યો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 95 વર્ષના કોરોનાગ્રસ્ત વૃદ્ધા ગોદાવરીબેન ચૌહાણ કોવિડ વોર્ડમાં દાખલ છે. તેઓ આજે ગરબાના તાલે બેડ પર જ બેઠા બેઠા તાલી પાડી ઝુમી રહ્યાં હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કોરોનાથી ગભરાય ગયેલા લોકોએ આ વૃદ્ધા પાસેથી શીખવા જેવું છે. ગરબાના તાલે ઝુમતા ગોદાવરીબેનના ચહેરા પર કોરોના હોવા છતાં પણ ખુશી છલકી રહી હતી. ગોદાવરીબેનનો આત્મવિશ્વાસ જોઇ હોસ્પિટલનો સ્ટાફમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.

વૃદ્ધાના ચહેરા પર છલકાતી ખુશી.
વૃદ્ધાના ચહેરા પર છલકાતી ખુશી.

સિવિલમાં ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહિ હોસ્પિટલની બહાર લાઇનો ઓછી થઇ છે. જોકે આ બધાની વચ્ચે મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શહેરના કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જે ઘટાડો થયો છે તેના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વાગુદડ ગામ ખાતે તૈયાર કરવામાં આવેલા સ્મશાનને બંધ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...