તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:66 વર્ષીય મહિલાએ બીમારીથી કંટાળી 7માં માળેથી પડતું મૂક્યું

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીનું બોર્ડ લગાવતો યુવાન નીચે ખાબકતાં મોત

શહેરમાં આપઘાતના વધુ એક બનાવમાં 66 વર્ષના વૃદ્ધાએ બીમારીથી કંટાળી સાતમા માળેથી પડતું મૂકી જિંદગી ટૂંકાવી છે. અન્ય એક બનાવમાં બગસરા પંથકમાં ચૂંટણીનું બોર્ડ લગાવતી વેળાએ નીચે પડ્યા બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવાને રાજકોટમાં દમ તોડ્યો છે.ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર શિલ્પન ઓનેસ્ટ બીમાં એક વૃદ્ધાએ નીચે પડતું મૂકી આપઘાત કરી લીધાની જાણ થતા યુનિવર્સિટી રોડ પોલીસમથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પોલીસ તપાસમાં આ જ એપાર્ટમેન્ટના સાતમા માળે રહેતા રમાબેન વૃજલાલભાઇ રોજિવાડિયા (ઉ.વ.66) હોવાનું જાણવા મળ્યું હતું. તેમને તેના ફ્લેટની ગેલેરીમાંથી પડતું મૂકી જીવ દીધો હતો. મૃતક પાસેથી સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં પોતાની બીમારી હવે સહન થતી ન હોય કંટાળીને આ પગલું ભરી લીધાનું લખ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અપમૃત્યુના અન્ય એક બનાવમાં બગસરાના મોટા મુંજાસર ગામે રહેતા કાળુભાઇ કુરજીભાઇ રાદડિયા નામના યુવાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ચાલુ સારવારમાં દમ તોડ્યો છે. મૃતક યુવાન ત્રણ દિવસ પહેલા તેના ગામે અગાસી પર ચૂંટણીનું હોર્ડિંગ લગાડી રહ્યો હતો. ત્યારે અચાનક પાળી પરથી પગ લપસતા તે નીચે પટકાયો હતો. જેમાં માથામાં ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવારમાં મોત નીપજ્યું છે. બનાવથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો