તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર બનાવ:જેતપુરના દેવકીગાલોલમાં ઘઉંના પાકમાં આગ લાગતા, આગ બુઝાવવાના પ્રયાસમાં 65 વર્ષીય ખેડૂત આગમાં ભડથુ, ઘટના સ્થળે મોત

દુર્ઘટના2 મહિનો પહેલા
  • આગનું કારણ અકબંધ

જેતપુરના દેવકી ગાલોલ ગામમાં રહેતા વૃધ્ધ ખેડૂતના ખેતરમાં આજે સવારે ઘઉંના પાકમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. પાકને બચાવવા આગ ઓલવવાનો પ્રયાસ કરનાર વૃધ્ધ ખેડૂત આગની લપેટમાં આવી જતાં સ્થળ પર જ ભડથું થઇ ગયા હતા. આ ઘટનાની ગામમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આગ બુઝાવવાના પ્રયાસમાં ખેડૂત આગનો શિકાર બન્યા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાના દેવકી ગાલોલ દેવકી ગાલોલ ગામમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ ખેડૂત ધીરુભાઈ મોહનભાઇ સતાસીયા આજે સવારે પોતાના ખેતરે હતા ત્યારે ઘઉંના પાકમાં અચાનક આગ લાગી હતી. નજર સામે પાક સળગતો જોઇને વૃધ્ધ ખેડૂત ધીરુભાઇ સતાસીયાએ આગ બુઝાવવા પ્રયાસ શરૂ કર્યા હતા આ પ્રયાસમાં તે આગની લપેટમાં આવી જતાં ગંભીર દાઝી જવાથી તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ઉપસરપંચ બ્રિજેશભાઈ ગ્રામજનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે લાવવામાં આવી
લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે લાવવામાં આવી

આસપાસ ગામના કેટલાક મજૂરોએ આગની જાણ કરી
આ અંગે ગામના ઉપસરપંચ બ્રિજેશભાઈના જણાવ્યા મુજબ ધીરુભાઈને સંતાનમાં બે પુત્ર છે. બંને અમદાવાદ રહે છે. જ્યારે ધીરુભાઈ અહીં રહી ખેતીકામ કરે છે. આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ ગામના કેટલાક મજૂરો બ્રિજેશભાઈને આવીને જણાવેલ કે, તેમના ખેતરમાં આગ લાગી છે. જેથી તેઓ કેટલાક ગામ લોકો સાથે ખેતરે જઈને જોતા વધેલા ઘઉંના પોરામાંથી બે ત્રણ ઘઉંના પોરા આગ લાગેલ હાલતમાં સળગતા હતા અને બાકીનો સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો. અને આ સળગી ગયેલ પાકની વચ્ચે ધીરુબાપાની ભડથું થઈ ગયેલ હાલતમાં લાશ પડી હતી. જેથી તરત જ પોલીસને જાણ કરીને લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે લાવવામાં આવી હતી.

આગનું કારણ અકબંધ
આગના કારણ અંગે ઉપસરપંચે જણાવ્યું હતું કે, આગ શોટ સર્કિટથી નહીં લાગી હોય કેમ કે ત્યાં વીજ લાઈનમાં કોઈ નુકશાન નથી અને આગનો બનાવ નવ સાડા નવે બન્યો ત્યારે પાવર પણ ન હતો. કદાચ બીડીના તણખલું ઉડવાથી આગ લાગી હોવી જોઈએ અને પાકને આગથી બચાવવા જતા ધીરુંબાપાનું દાઝી જવાથી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું

( હિતેષ સાવલીયા, જેતપુર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો