હવસખોર ઝડપાયો:રાજકોટમાં 54 વર્ષના પ્રૌઢે 9 વર્ષની બાળકીને રૂમમાં પુરી, નિર્વર્સ્ત્ર કરી માથે સુવાનો પ્રયાસ કર્યો, બાળાએ ચીસ પાડતા લોકો એકત્ર થતા આબરૂ લૂંટાતી બચી

રાજકોટ25 દિવસ પહેલા
માલવિયાનગર પોલીસે નરાધમની ધરપકડ કરી.
  • માલવિયાનગર પોલીસે નરાધમની ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું
  • ગભરાયેલી બાળા કંઇ બોલતી નહોતી અને ઘરમાં ગુમસુમ રહેતી હતી

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે હવસખોરીની ઘટના સામે આવી છે. ગઇકાલે થોરાળા વિસ્તારમાં રહેતાં એક શખ્સે દસ વર્ષના એક બાળકને આજીડેમે લઇ જઇ તેની પાસે ન કરાવવાનું કરાવ્યું હતું. જ્યારે આજે બીજા દિવસે 54 વર્ષના એક હવસખોરે 9 વર્ષની બાળકીને ‘અહીંયા આવ તો કામ છે’ કહીને બોલાવ્યા બાદ ક્વાર્ટરમાં લઇ જઇ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં બાળાના શરીરે હાથ ફેરવી, કિસ કરી, નિવર્સ્ત્ર કરી તેની ઉપર સુવાનો પ્રયાસ કરી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા બાળાએ ચીંસ પાડતા લોકો એકત્ર થઇ ગયા હતા અને બાળાની આબરૂ લૂંટાતી બચી હતી. જોકે આ હવસખોરને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું છે.

બાળકીના પિતા છુટક ડ્રાઇવિંગ કરે છે
માલવીયાનગર પોલીસે ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી અશોક નટુભાઇ પોરીયા નામના 54 વર્ષીય પ્રૌઢ સામે IPC 354 (એ) (બી) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદા પોક્સોની કલમ 8, 12 મુજબ ગુનો નોંધી પકડી પાડ્યો છે. વધુ તપાસ માટે મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસને જણાવાયું હતું કે 9 વર્ષની બાળકી ઘર નજીક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પણ હાલ કોરોનાને કારણે સ્કૂલ બંધ છે. બાળકીના પિતા છુટક ડ્રાઇવિંગ કરે છે. બે દિવસ પહેલા 30મીએ બાળા કામ માટે ઘરેથી નીકળી હતી ત્યારે નજીકમાં રહેતાં અશોક પોરીયાએ ‘અહીં આવ તો તારું કામ છે’ તેમ કહેતાં બાળકી સહજ ભાવે તેની પાસે ગઇ હતી.

વધુ તપાસ માટે આરોપીને મહિલા પોલીસને સોંપવામાં આવ્યો.
વધુ તપાસ માટે આરોપીને મહિલા પોલીસને સોંપવામાં આવ્યો.

દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતા
પરંતુ આ હેવાનની દાનત બગડી હતી અને બાળાને રૂમમાં ખેંચી જઇ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં બાળકીના શરીરે હાથ ફેરવવા માંડ્યો હતો અને ગાલ પર કિસ કરી નિર્વસ્ત્ર કરી પોતે પણ નિર્વસ્ત્ર થઇ ગયો હતો. એ પછી બાળકી પર સુવાનો પ્રયાસ કરી તેની આબરૂ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. બાળકીને લોકોએ કપડા પહેરાવી ત્યાંથી રવાના કરી દીધી હતી.

માલવિયાનગર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો (ફાઈલ તસવીર).
માલવિયાનગર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો (ફાઈલ તસવીર).

માતા-પિતાએ ફોસલાવીને શું થયું તેમ પૂછતાં બાળકીએ હકિકત જણાવી
આ બનાવ પછી ગભરાયેલી બાળા કંઇ બોલતી નહોતી અને ઘરમાં ગુમસુમ રહેતી હતી. ગઇકાલે તેને માતા-પિતાએ ફોસલાવીને શું થયું તેમ પૂછતાં બાળકીએ પોતાની સાથે જે બન્યું એની હકિકત જણાવતાં સ્વજનો ચોંકી ગયા હતાં. માલવીયાનગર પોલીસનો સંપર્ક કરતાં પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં ગુનો દાખલ કરી હવસખોરની ધરપકડ કરી કરી આગળની તપાસ મહિલા પોલીસને સોંપતા પીઆઇ એસ.આર.પટેલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...