તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમજનક:રાજકોટમાં 4.5 વર્ષની બાળા પર 66 વર્ષના કૌટુંબિક નાનાનું જાતીય શોષણ, પોલીસે આરોપીની આરોપીની ધરપકડ કરી

રાજકોટ3 મહિનો પહેલા
આરોપીની ફાઈલ તસ્વીર
  • મહિલા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી વૃદ્ધ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી

રાજકોટ શહેરમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 4.5 વર્ષની બાળાને રમાડવાના બહાને અગાસી પર લઇ જઇ 66 વર્ષીય લાલજી ગાધેર નામના કૌટુંબિક નાનાએ શરીર સાથે અડપલાં કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપી વિરૂદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લાલજી સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે
ગત તારીખ 26 એપ્રિલના રોજ સવારના 11 વાગ્યા આસપાસ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો લાલજી ગાધેર ભોગ બનનાર 4.5 વર્ષની બાળાને રમાડવાના બહાને અગાસી પર લઇ ગયો હતો. બાદમાં તેના શરીર સાથે અડપલા કરી જાતીય હુમલો કર્યો હતો. જોકે ભોગ બનનાર બાળાને કંઇક અજુગતું લાગતા તેણે વિરોધ કર્યો હતો. આ સમયે લાલજીએ ધમકાવી ચૂપ કરી દીધી હતી.

ફરિયાદી સમજાવા ગયા તો લાલજી ગુસ્સે થઇ રાડો પાડવા લાગ્યો
ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘટના બન્યા બાદ બાળાએ તેની આપવીતી દાદીને કહી હતી. જોકે આ સમયે તેના માતા-પિતા ઘરે ન હતા. બાદમાં તે ઘરે આવતા તેમને જાણ કરવામાં આવી હતી અને લાલજી સાથે પારિવારિક સબંધ હોવાથી તેને સમજાવવા કોશિશ કરી હતી. પરંતુ લાલજી ફરિયાદી પર ગુસ્સે થઇ રાડો પાડવા લાગ્યો હતો. આથી આખરે ભોગ બનનાર બાળાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવા નિર્ણય કર્યો હતો અને મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.
મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.

સખી વન સ્ટોપ સેન્ટરમાં ભોગ બનનાર બાળાનું કાઉન્સેલિંગ કરાયું
ફરિયાદી મહિલાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી લાલજી ગાધેર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.. આ સમયે સખી વન સ્ટોપ સેન્ટરમાં ભોગ બનનાર બાળાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.