તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A 3 year old Boy Was Killed While Playing On The Fifth Floor Of A Building In Rajkot. A Nepali Family Came To The Building 10 Days Ago.

અકસ્માત:રાજકોટમાં બિલ્ડીંગના પાંચમાં માળે રમતા-રમતા પટકતા 3 વર્ષના બાળકનું મોત, નેપાળી પરિવાર 10 દિવસ પૂર્વે જ આ બિલ્ડીંગમાં આવ્યા હતા

રાજકોટ3 મહિનો પહેલા
મૃતકની ફાઈલ તસ્વીર
  • બાળકની માતા રસોઈ બનાવવા ગઈ, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી

રાજમોટમાં માતા-પિતાને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નેપાળી પરિવારના 3 વર્ષના બાળકનું બિલ્ડીંગના પાંચમાં માળે રમતા-રમતા અચાનક પાંચમા માળેથી પટકતા મોત થયું છે.ઉલ્લેખનીય છે કે આ નેપાળી પરિવાર 10 દિવસ પૂર્વે જ આ બિલ્ડીંગમાં રહેવા માટે આવ્યા હતો. ત્યાં આ ઘટના બનતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બાળકની માતા રસોઈ બનાવવા ગઈ, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્કેવર બિલ્ડીંગમાં ચોકીદારી કરતા અને ત્યાંજ રહેતા ખડગભાઇ સોમદના સવારે બીલ્ડીંગમાં નીચે હતા પત્ની તેના ત્રણ વર્ષનો પુત્ર કુબેરને લઇને બિલ્ડીંગના પાંચમાં માળે રસોડામાં રસોઇ બનાવવા માટે ગયા હતા. ત્યારે પત્ની રસોઇ બનાવતી અને પુત્ર કુબેર ત્યાં રમતો હતો.દરમ્યાન કુબેર રમતા રમતા અચાનક પાંચમા માળેથી નીચે પટકાતા પત્ની જોઇ જતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાંચમા માળેથી પડતા કુબેરને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી. જેથી આસપાસના લોકો અને તેની માતા દ્વારા કુબેરને ઘાયલ અવસ્થામાં તાકીદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. નેપાળી પરિવાર 10 દિવસ પૂર્વે જ આ બિલ્ડીંગમાં આવ્યા હતા આ બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના PSI બી.બી.રાણા તથા પ્રશાંતસિંહએ વધુ તપાસ હાથ ધરી છે.