રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:ઢોલરા પાસે ડિવાઇડર પરથી પડતા 3 વર્ષના બાળકનું મોત, સેન્ટ્રલ જેલમાં દાદીના વિયોગમાં કેદીએ કાચ ખાધા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક બાળકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક બાળકની ફાઈલ તસવીર.

રાજકોટના ઢોલરા પાસે રસ્તો ક્રોસ કરતી વખતે ડિવાઈડર પરથી પડી જતા 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલો જાકિર ગઇકાલે પોતાની બેરેકમાં હતો ત્યારે કાચના ટૂકડા ખાઇ લેતાં બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેમને જેલના સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વધુમાં જેલના હવાલદાર મુનફભાઈએ જણાવ્યું હતું કે, કેદી જાકિર હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો અને થોડા સમય પહેલા તેમના દાદીનું અવસાન થતાં ગમગીન રહેતો હતો, જેના વિરહમાં પગલું ભર્યું હતું.

ડિવાઈડર પરથી પડત ત્રણ વર્ષના બાળકનું મોત
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટના ૨સુલપરામાં રહેતા સોનલબેન વિજયભાઈ મકવાણા નામના મહિલા તેમના ત્રણ વર્ષના પુત્ર શિવમને લઈ વાંકાનેર માવતરે જવા નીકળ્યા હતા. ત્યારે ઢોલરાથી રિક્ષા ભાડે ક૨વા રસ્તાની સામેની બાજુ ઓળંગીને જતા હતા. ત્યારે ડિવાઇડ૨ પરથી માતા-પુત્ર નીચે પટકાતા બન્નેને ઈજા થઈ હતી. જેમાંથી પુત્ર શિવમને માથે અને પેટના ભાગે ગંભી૨ ઈજા થવાથી તેમને સા૨વા૨ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવા૨ દરમિયાન શિવમનું મોત નીપજ્યું હતું. શિવમ એક ભાઈ એક બહેનમાં નાનો હતો. તેમના પિતા વિજયભાઈનું પાંચેક મહિના પહેલા બીમારીથી મોત નીપજ્યુ હતું. સોનલબેને પાંચ મહિના પૂર્વે પતિ બાદ પુત્ર પણ ગુમાવતા પરીવારમાં શોક છવાયો છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.એમ. ત૨જીયા સહિતના સ્ટાફે કાગળો કરી કાર્યવાહી કરી હતી.

જે.કે. પાર્કમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરના જે.કે.પાર્કમાં રહેતા કાજલબેન ચાવડા નામના 30 વર્ષીય પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેમના સાસુ-સસરાએ 108ને જાણ ક૨તા ગીર્જાબેન રાઠોડે કાજલબેનને મૃત જાહે૨ કર્યા હતા. કાજલબેનના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા તેમના પતિ નરેન્દ્રભાઇ મજૂરી કામ કરે છે. ગઈકાલે તેમના સાસુ-સસરા બહા૨ગામ ગયા હોય કાજલબેન ઘરે એકલા હતા ત્યારે પગલું ભરી લીધાનું પોલીસમાંથી જાણવા મળી ૨હ્યું છે. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી. કાજલબેને બ્રેસ્ટ કેન્સરથી પીડાઇ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

મંડપ બાંધતી વખતે પડી જતા યુવાનનું મોત
રાજકોટ શહેરના વિનોદનગર ક્‍વાર્ટરમાં રહેતો સુનિલપરી જગદીશપરી ગોસ્‍વામી ગઇકાલે બપોરે ઘર આંગણે દશામાના વ્રત માટે મંડપ બાંધી રહ્યો હતો. ત્‍યારે પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. સુનિલપરી બે બહેનનો એકનો એક ભાઇ હતો. તે કડીયા કામ કરી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં એક પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

જસદણ પોલીસે ગેરકાયદે હથિયાર સાથે એક શખસની ધરપકડ કરી.
જસદણ પોલીસે ગેરકાયદે હથિયાર સાથે એક શખસની ધરપકડ કરી.

જસદણમાં ગેરકાયદે હથિયાર સાથે એક શખસ ઝડપાયો
જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે જસદણના સોમલપર ગામની સીમમાં રહેતા રમેશ શિયાળને પકડી પાડી તપાસ કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટી જામગરી બંદૂક મળી આવતા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કુલ 3200નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસિડ પી લેતા પરિણીતાનું મોત
પડધરી તાલુકામાં આવેલા તરઘડી ગામે રહેતા 33 વર્ષીય પરિણીતા જમુનાબેન સુનિલભાઇ ગોહેલે ભુલથી એસીડ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. આજથી 25 દિવસ પહેલા જમુનાબેનને સારવારમાં હોસ્પિટલે ખસેડાયા હતા. તેમણે એસીડ પી લીધું હોવાથી લાંબી સારવાર બાદ ગઇકાલે તેમણે દમ તોડી દેતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, જમુનાબેન એ ભૂલથી એસીડ પી લીધું હતું. હાલ પડધરી પોલીસે પરિવારનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...