તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:રાજકોટના બારવણમાં 20 વર્ષના શખ્સે 6 વર્ષની બાળાને બોર ખાવા બોલાવી દુષ્કર્મ કર્યુ, બાળકી પરિવાર પાસે ધ્રુસકે ધ્રુસકે રડતા ભાંડો ફૂટ્યો, આરોપી ઝડપાયો

રાજકોટ22 દિવસ પહેલા
દુષ્કર્મ આચારનાર આરોપી રામલાલ
  • મૂળ રાજસ્થાનના ભીલવાડા ગામથી આવીને મજૂરી કરતા રામલાલે દુષ્કર્મ આચર્યુ

રાજકોટમાં હજુ 24 કલાક પહેલાં ધોરણ-12ની છાત્રાને પરિવારને મારી નાંખવાની ધમકી આપી તેના પૂર્વ પડોશીએ ત્રણવખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાની શાહી સૂકાય નથી ત્યાં વધુ એક બાળા દુષ્કર્મનો ભોગ બની છે. આજે કુવાડવા પાસે આવેલા એરપોર્ટ પોલીસ મથક હેઠળના બારવણ ગામમાં 6 વર્ષની બાળાને 20 વર્ષના નરાધમે પીંખી નાખ્યાની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનના ભીલવાડા ગામના 20 વર્ષીય રામલાલે બોર ખાવાના બહાને બોલવી 6 વર્ષની બાળાનો દેહ પીંખી નાખ્યો હતો. બાદમાં ઘરે આવેલી બાળા ધ્રુસકે ધ્રુસકે રડી હતી. પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે હવસખોર રામલાલની ધરપડક કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

રમતી બાળા પર નજર પડતા નરાધમની દાનત બગડી હતી
નરાધમ બાળાને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો રાજસ્થાનના ભીલવાડા ગામનો રામલાલ બાબુજી ખદેરા નામનો શખ્સ પોતાના ગામના કોન્ટ્રાક્ટર મારફત બારવણ ગામમાં કુવા ખોદવાની મજૂરી કામ કરવા માટે આવ્યો હતો. ગઇકાલે બપોરે રામલાલ સાથે કામ કરતા મજૂરો જમવાનો બ્રેક પડતા જમવા ગયા હતા ત્યારે બાજુમાં રમી રહેલી 6 વર્ષની બાળાને જોઇને આરોપી રામલાલની દાનત બગડી હતી અને બાળા પાસે જઇ ફોસલાવીને બોર ખવડાવવાના બહાને અવાવરું જગ્યાએ લઇ જઈને બાળાને પીંખી નાંખી હતી.

બાળા ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા પરિવાર પાસે ગઇ હતી
દુષ્કર્મ આચરીને રામલાલ ત્યાંથી નાસી જતા બાળા ધ્રુસકે ધ્રુસકે રડતી રડતી પરિવાર પાસે આવી હતી. રડતા રડતા બાળાએ પોતાની કાલીઘેલી ભાષામાં વાત કરતાં તેની સાથે કંઇક ખોટુ થયાનું જણાવ્યું હતું. આથી પરિવારે નામની પૂછપરછ કરતા મજૂર રામલાલે બાળાને દુષ્કર્મનો ભોગ બનાવ્યાનું સામે આવતાં સૌ ચોંકી ગયા હતાં. બાદમાં પરિવારજનોએ તુરંત જ એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. આ મુદ્દે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રામલાલ વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઝોન-1 DCP પ્રવીણકુમાર મીણાએ મીડિયા સાથે વાતચીત કરી.
ઝોન-1 DCP પ્રવીણકુમાર મીણાએ મીડિયા સાથે વાતચીત કરી.

પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે.- DCP
આ દુષ્કર્મને પગલે ઝોન-1 DCP પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, આરોપી બાળકીના પિતા સાથે જ મજૂરી કરે છે, અને તેના પિતા જમવા ગયા હતા ત્યારે આરોપીએ લાગ જોઈને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું,બાદમાં જયારે બાળકી રડતી રડતી ઘરે આવી ત્યારે તેના પિતાએ બાળકીના કપડાં પર લોહીના ડાઘ જોયા, માટે રડવાનું કારણ પૂછતાં સમગ્ર બનવા સામે આવ્યો છે. હાલ બાળકીને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે. તપાસ બાદ વધુ માહિતી મળતા અમે મીડિયાને જાણ કરશું.

ગઇકાલે ધો.12ની વિદ્યાર્થિની પર પૂર્વ પાડોશીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી
રાજકોટના આલાપ ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી RMC આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં પૂર્વ પાડોશી સંજયે ધોરણ 12ની વિદ્યાર્થિનીને તેના પરિવારને મારી નાંખવાની ધાક ધમકી આપી પોતાની સાથે ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ કરી ત્રણ વખત બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હતું. આથી વિદ્યાર્થિનીના પરિવારે યુનિવર્સિટી પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ, પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સંજયની અટકાયત કરી છે.

બે મહિના પહેલા વીરપુરમાં 10 વર્ષની બાળા પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો
બે મહિના પહેલા વીરપુર ગામે રહેતી એક 10 વર્ષની બાળકીને મોરબીના કાગદડી ગામે રહેતો કૌટુંબિક બનેવીએ નવી કાર પત્નીને બતાવવી હોય અને બાળકીના હાથે શુકનનું તિલક કરાવવાના બહાને લઈ જઈ ગોંડલના દેવચડી ગામની સીમમાં દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આથી વીરપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપીએ મામાજીની 10 વર્ષની પુત્રીને લઈ ગયો હતો અને હવસનો શિકાર બનાવ્યાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.

બનાવના સાડાઆઠ કલાક બાદ પણ બાળકી થર થર ધ્રૂજતી હતી, માત્ર બે જ બિસ્કિટના ટુકડા ખાધા હતા
20 વર્ષના નરાધમે બપોરે 11.30ની આસપાસ છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. રડતાં રડતાં પરિવારજનો પાસે પહોંચેલી બાળકીની દશા દયનીય હતી, સાંજે બાળકીને લઇને પોલીસ હોસ્પિટલે પહોંચી હતી. સાંજે 7.30 વાગ્યે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ પહોંચી ત્યારે હોસ્પિટલના બિછાને સૂતેલી બાળકી ધ્રૂજી રહી હતી, તેના ચહેરા પર ભય દેખાઇ રહ્યો હતો, તેની માતા બાળકીના માથા પર હાથ ફેરવીને હૂંફ આપવાના પ્રયાસ કરી રહી હતી. પોલીસે બિસ્કિટનું પેકેટ બાળકીને આપ્યું હતું, પરંતુ સાંજ સુધીમાં બાળકીએ માત્ર બે બિસ્કિટના ટુકડા જ ખાધા હતા, જનેતા હોસ્પિટલના ખાટલા પરથી ઊભા થવાનો પ્રયાસ કરતી હતી તો પણ બાળકી રડવા લાગતી હતી.

બાળકીના પિતા પાસે રૂ.500 માગ્યા
બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ રામલાલ ખદેરાએ બાળકીના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, તેના મિત્રો આવ્યા છે, કપડાં લેવા જવા માટે રૂ.500 આપો, પોતાની સાથે જ મજૂરી કરતાં રામલાલે આવું કૃત્ય કર્યું હશે તેવી બાળકીના પિતાને સહેજ પણ શંકા નહોતી, બાળકીના પિતાએ કહ્યું હતું કે, શેઠ પાસેથી પૈસા લઇ લીધા બાદ રૂ.600 આપશે, રૂ.500 હાથમાં આવે તો વાડીએથી ભાગી જવાનો રામલાલ પ્લાન ઘડી રહ્યો હતો પરંતુ તે પહેલા બાળકી પોતાની માતા પાસે પહોંચી ગઇ હતી અને રામલાલના કૃત્યનો ભાંડો ફૂટી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો