રાજકોટમાં રહેતી મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પખવાડિયા પૂર્વે સાધુવાસવાણી રોડ પર પામસિટી ફ્લેટમાં ચોકીદારી કરતા હિતેષ બ્રહ્મભટ્ટ નામના શખસ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં 17 વર્ષની સગીરાને પ્રસુતાની પીડા ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણે બાળકને જન્મ આપ્યો હતો.
પુત્રી ઘરકામ કરી પરિવારને મદદરૂપ થતી
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 17 વર્ષની પુત્રી પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે પારકા ઘરના કામ કરતી હતી. સગીર વયની પુત્રી યુનિવર્સિટી રોડ પર આવેલા પામસિટી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઘરકામે જતી હતી. આ સગીર વયની પુત્રીને પેટમાં દુખાવો ઉપાડ્યો હતો. જેથી તેણીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તબીબે જોઈ તપાસી સગીરાની માતાને કહ્યું હતું કે તમારી પુત્રીને આઠેક માસનો ગર્ભ છે.
ચોકીદારે પોતાના ફ્લેટમાં ત્રણવાર દુષ્કર્મ ગુજાર્યું
બાદમાં સગીરાની માતાએ સગીરાને હકિકત પૂછતા તેણીએ જણાવ્યું હતું કે, તે જ્યારે યુનિવર્સિટી રોડ પર આવેલા પામસીટી એપાર્ટમેન્ટમાં કામે જતી ત્યારે ત્યાં ચોકીદારી કરતો અને ત્યાં જ ફ્લેટમાં ભાડેથી રહેતો હિતેષ બ્રહ્મભટ્ટ સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ મને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી પરાણે ફ્લેટમાં લઈ જઈ અવારનવાર શારીરિક અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું. ચોકીદાર હિતેષ બ્રહ્મભટ્ટે એપાર્ટમેન્ટમાં પોતાના ફ્લેટમાં જ ત્રણેક વખત ખરાબ કામ કર્યું હતું. જો તાબે ન થાય તો ધમકી આપતો હતો.
ગઈકાલે સગીરાને હોસ્પિટલ ખસેડાઇ હતી
આ બનાવમાં ગઈકાલે સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા તેણીને ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણીએ બાળકને જન્મ આપ્યો હતો. હાલ બાળક અને સગીર વયની માતાને હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.