તપાસ:પેટમાં દુખાવો ઉપડ્યો, 15 વર્ષની સગીરા સગર્ભા હોવાનું ખુલ્યું

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વતનમાં રહેતા પ્રેમી સાથેના સંબંધથી સગર્ભા બન્યાનું સગીરાનું કથન
  • સગીરાને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

ગોંડલ પંથકમાં રહેતી પરપ્રાંતીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, સગીરા સગર્ભા હોવાનું નિદાન થતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા, જોકે વતનમાં રહેતા પ્રેમી સાથેના સંબંધથી પોતે સગર્ભા બન્યાનું સગીરાએ કબૂલ્યું હતું. ગોંડલ પંથકમાં પરિવારજનો સાથે રહીને ખેતમજૂરી કરતી 15 વર્ષની સગીરાના માતાપિતા વતન ગયા હોય તેને રાજકોટ રહેતા સંબંધીને ત્યાં પરિવારજનો મૂકી ગયા હતા.

શુક્રવારે સગીરને પેટમાં દુખાવો ઉપડતા સંબંધી રાજકોટ હોસ્પિટલે લઇ આવ્યા હતા, તબીબોએ નિદાન કરતાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું સ્પષ્ટ થયું હતું, કુંવારી સગીરા સગર્ભા હોવાનું જાણી એક તબક્કે પરિચિત સંબંધી પણ ચોંકી ગયા હતા અને તેમણે ફોન કરી વતનમાં તેના માતાપિતાને જાણ કરી હતી.સગીરા સગર્ભા હોવાના તબીબી અભિપ્રાય બાદ આ અંગે જાણ કરાતા ગોંડલ તાલુકા પોલીસની ટીમ પણ હોસ્પિટલે દોડી આવી હતી. સગીરાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, વતનમાં રહેતા એક યુવક સાથે તેને પ્રેમસંબંધ છે અને તે પ્રેમી થકી તે સગર્ભા બની છે, પોલીસે આ મામલે વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...