તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણીરૂપ કિસ્સો:રાજકોટમાં ધર્મની બહેન બનાવી યુવાન 14 વર્ષની સગીરાને બેવાર ભગાડી ગયો, પહેલીવાર ભગાડ્યાની 2 કલાકમાં રિક્ષામાં બેસાડી ઘરે મોકલી'તી

રાજકોટ13 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • દીકરી ગુમ થતા માતાએ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

રાજકોટના લક્ષ્મીનગરમાં રહેતાં એક શખ્સે થોરાળા વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાને ધર્મની બહેન બનાવ્યા બાદ લલચાવી ફોસલાવી બે વખત ભગાડી ગયો હતો. પહેલીવાર ભગાડી ગયાની બે કલાકમાં સગીરાને રિક્ષામાં બેસાડી તેના ઘરે મોકલી હતી. આ અંગે થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ શખ્સ અને સગીરાને પોલીસે શોધી કાઢ્યા છે. બનાવ અંગે પોલીસે નવા થોરાળા વિસ્તારમાં રહેતાં બાળાના માતાની ફરિયાદ પરથી લક્ષ્મીનગર-2માં રહેતાં પારસ સંજયભાઇ ભરવાડ વિરૂદ્ધ IPC 363, 366, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

દીકરી ગુમ થતા માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારા પતિ કચરો વીણી પરિવારનું ગુજરાન ચલાવે છે. મારે બે સંતાનમાં દીકરી 14 વર્ષ અને 11 માસની છે. 29 માર્ચના રોજ બપોરે હું, મારા પતિ, સાસુ તથા દીકરી બધા ઘરે હતાં. બપોરે બારેક વાગ્યે 14 વર્ષની દીકરીએ પોતે નજીકમાં રહેતાં ફઇના ઘરે જાય છે તેમ કહીને ઘરેથી નીકળી હતી. એ પછી સાંજે ચારેક વાગ્યે તે પાછી આવી હતી. 30 માર્ચના રોજ બપોરે એકાદ વાગ્યે દીકરી હમણા આવું છું કહીને ઘરેથી નીકળી હતી. પણ સાડા ત્રણ સુધી તે ન આવતાં તેણીએ પારસને ધર્મનો ભાઇ બનાવ્યો હોય તે પારસને મેં ફોન કરીને કહ્યું હતું કે, મારી દીકરી ઘરેથી નીકળી ગઇ છે, તે તારી પાસે આવી છે કે કેમ? તો પારસે કહ્યું કે હું તપાસ કરી તે મળે તો ઘરે મોકલુ છું.

ફરી ગુમ થતા સગા સંબંધીઓએ તપાસ કરી હતી
પારસે તે પછી મને ફોન કરીને કહ્યું હતું કે, તમારી દીકરી રૈયા ચોકડીએ હતી અને તેને રિક્ષામાં બેસાડીને મોકલુ છું. ત્યારબાદ તે સાંજે ચારેક વાગ્યે ઘરે આવી ગઇ હતી. ક્યાં ગઇ હતી? તેમ પૂછતાં તે સુનમુન થઇ ગઇ હતી અને કંઇ જવાબ આપતી નહોતી. ત્યારબાદ સાંજે પાંચેક વાગ્યે તે બાજુની દુકાને સોડા લેવા જવાનું કહીને ગઇ હતી. ત્યાંથી પાછી ન આવતાં તપાસ કરતાં મળી નહોતી. તેમજ સગા સંબંધીઓને બોલાવી તપાસ કરી હતી. પણ મળી નહોતી.

31 માર્ચની રાતે બે વાગ્યે પારસના બાપુજીનો ફોન આવ્યો હતો
ત્યારબાદ અમે મારી દીકરીએ જેને ધર્મનો ભાઇ બનાવ્યો છે એ પારસને સાંજે 6 વાગ્યે અમે ફોન કરતાં તે સંતોષકારક જવાબ આપતો નહોતો. ત્યારબાદ 31 માર્ચની રાતે બે વાગ્યે પારસના બાપુજી સંજયભાઇએ મને ફોન કરીને મારા ઘરનું સરનામુ પુછ્યું હતું અને કહ્યું કે મારો દિકરો પારસ ગઇકાલે રાતે નવેક વાગ્યે ઘરેથી નીકળી ગયો છે. જેથી મેં કહ્યું કે મારી દીકરીએ તમારા દિકરાને ધર્મનો ભાઇ માન્યો છે. મારી દીકરી પણ ગઇકાલ સાંજથી ઘરેથી નીકળી ગઇ છે.

થોરાળા પોલીસે યુવાનની ધરપકડ કરી (ફાઇલ તસવીર).
થોરાળા પોલીસે યુવાનની ધરપકડ કરી (ફાઇલ તસવીર).

પિતાના જન્મદિવસે પારસને ઘરે બોલાવ્યો હતો
પારસને મારી દિકરીએ એકાદ માસથી ધર્મનો ભાઇ માન્યો છે. 27 માર્ચના રોજ મારા પતિનો જન્મ દિવસ હોય ઉજવણી વખતે પારસને મારી દીકરીએ ઘરે પણ બોલાવ્યો હતો. પારસ જ મારી દીકરીને લલચાવી ફોસલાવી ખોટા સંબંધ બનાવી ભોળવીને લઇ ગયો છે તેવું તપાસમાં જણાતાં મેં ફરિયાદ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો