તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસમંજસ:સિવિલમાં 10 વર્ષના દર્દી અને તેના પિતાને સુરક્ષાકર્મીએ ધક્કો માર્યો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઢી કલાક સુધી ડોક્ટર ન આવતા જાહેરમાં થયો ડખો
  • બાળકને ધક્કો વાગતા ટેબલ સાથે અથડાતા હાથમાં ઈજા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બપોરના સમયે 10 વર્ષના દર્દી અને તેના પિતાને સિક્યોરિટી ગાર્ડના ટોળાએ ધક્કો મારી હોસ્પિટલની બહાર કાઢ્યા હતા. આ દરમિયાન બાળક પડી જતા તેના હાથમાં વાગી ગયું હતું. દર્દીઓ સાથે આ પ્રકારનું વ્યવહાર થતા દર્દીના પિતા મયૂરભાઈ તુરંત જ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. અધિક કલેક્ટરના જણાવ્યા મુજબ દર્દીના પિતા બાળકોની હોસ્પિટલને બદલે કોવિડ હોસ્પિટલ પહોંચી ગયા હતા જેથી અસમંજસ થઈ હતી.

શૂટિંગ કરતા અટકાવ્યાે, ધક્કો નથી માર્યો
દર્દીના પિતા હોસ્પિટલમાં બૂમ પાડીને ડોક્ટર કેમ નથી તેમ બોલતા ત્યાં પહોંચ્યા હતા તેવામાં વિડીયો શૂટ કરવાનુ ચાલુ કર્યુ હતું. હોસ્પિટલમાં વિડીયો રેકોર્ડિંગની મનાઈ હોવાથી સિક્યોરિટી ગાર્ડે અટકાવ્યા હતા જેથી તેઓ વધુ ઉગ્ર બની ધમકાવવા લાગ્યા હતા. ગાર્ડે તેમને હોસ્પિટલની બહાર લઈ ગયા હતા.ધક્કામુકી નથી કરી.
> પરીમલ પંડ્યા, અધિક કલેક્ટર

ધક્કા માર્યા, પુત્રને હાથમાં લોહી નીકળ્યું
દીકરાને તાવ હતો અને અઢી કલાક સુધી રાહ જોયા બાદ પણ ડોક્ટર આવતા ન હતા તેથી ફરિયાદ કરતો હતો તેવામાં પિસ્ટલ ધરાવતો એક ગાર્ડ આવ્યો અને ધમકાવવા લાગ્યો હતો. બધાએ મને ઘેરી લીધો અને ધક્કામુકી કરવા લાગ્યા તેવામાં મારા પુત્રને ધક્કો લાગી જતા તે પડી ગયો હતો અને ટેબલ સાથે ભટકાતા હાથમાંથી લોહી નીકળ્યુ હતું. જેથી અધિક કલેક્ટર પાસે ફરીયાદ કરી હતી.> મયુર વિંડા, દર્દીના પિતા

અન્ય સમાચારો પણ છે...