આયોજન:9મીએ વોટર કોન્ફરન્સ , રાજકોટનો નર્મદા સિવાય વિકલ્પ શું? : ઉપાય માટે થશે ચર્ચા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી બાબતે શહેરને આત્મનિર્ભર બનાવવાના નાગરિકો પણ સૂચન કરી શકશે

રાજકોટ શહેરમાં હાલ પાણીની કોઇ અછત નથી કારણ કે નર્મદાનીરથી સતત પાણી ઠલવાઈ રહ્યું છે પણ નર્મદાનીર પાછળ કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે અને હવે રાજકોટની વસતી વધતા માત્ર નર્મદા પર આધાર રાખવો પડે છે. જો ટેક્નિકલલ કારણોસર નર્મદા નીર ન પહોંચે તો અડધું રાજકોટ તરસ્યું રહે છે. રાજકોટના જીવાદોરી આજી અને ન્યારી બંને ડેમ આખા ભરાયેલા હોય તો પણ વધારાનું 650 એમસીએફટી પાણી મળે ત્યારે શહેરને દિવસમાં 20 મિનિટ પાણી મળી શકે છે.

આ બધી સ્થિતિ વચ્ચે રાજકોટ શહેરને પાણીની બાબતમાં ફ્યુચર પ્રૂફ બનાવીને સ્થાનિક સ્ત્રોત પર નિર્ભર રહીને તેમજ કોઇ નવા આઈડિયા સાથે કઈ રીતે ઓછામાં ઓછા નર્મદા નીરનો ઉપયોગ કરવો તેને લઈને વોટર કોન્ફરન્સ કરવાનો વિચાર વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગ માંકડને આવતા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ 9 જાન્યુઆરીએ વોટર કોન્ફરન્સનું આયોજન કર્યુ છે જેમાં પાણીની ચર્ચા કરવાની હોવાથી આ ક્ષેત્રમાં કોઈપણ નાગરિકે જો કોઇ સંશોધન કર્યું હોય અથવા તો એક્ષ્પર્ટ હોય તો તેમણે આ વિચાર devangmankad9@gmail.com પર ઈ મેઈલ અથવા 98244 07839 નંબર પર વોટ્સએપ કરવા જણાવ્યુ છે.

જાણો, રાજકોટને કઈ રીતે પાણી પૂરું પાડવામાં આવે છે

  • રાજકોટ શહેરની અંદાજિત 17 લાખની વસ્તી છે જેને દૈનિક 20 મિનિટ પાણી આપવા દૈનિક 350 MLD પાણીનો ઉપાડ કરાય છે. જેમાંથી 325 MLD વિતરણ કરાય છે.
  • આ 350ના જથ્થામાં 125 એમએલડી આજી ડેમ-1, 60 એમએલડી ન્યારી-1 અને 40 એમએલડી ભાદર ડેમમાંથી ઉપાડાય છે જ્યારે 70 એમએલડી ન્યારા ખાતેની નર્મદા લાઈન જ્યારે 55 એમએલડી બેડી ફિલ્ટર પ્લાન્ટ સ્થિત નર્મદા લાઈનમાંથી મેળવાય છે
અન્ય સમાચારો પણ છે...