વ્યવસ્થા:રાજકોટ-રીવા વચ્ચે 9મીએ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NTPCની પરીક્ષા : આજથી ટ્રેન બુકિંગ શરૂ

નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ફેઝ IIની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને રીવા વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ જણાવે છે કે ટ્રેન નંબર 02193 રાજકોટ - રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ રાજકોટથી 9મીમે સોમવારના રોજ 23.05 કલાકે ઉપડશે અને બુધવારે સવારે 00.20 કલાકે રીવા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02194 રીવા - રાજકોટ સુપરફાસ્ટ સ્પેશિયલ 7મી મે શનિવારના રોજ 22.40 કલાકે રીવાથી ઉપડશે અને સોમવારે 00.45 કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સુજલપુર, સંત હિરદારામનગર, ભોપાલ, હોશંગાબાદ, ઈટારસી, પીપરિયા, ગાડરવારા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર અને સતના સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 02193 રાજકોટ-રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ માટે ટિકિટનું બુકિંગ 7મીમેથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે અને સેકંડ ક્લાસના જનરલ કોચ સિવાય તમામ વર્ગો માટે સંપૂર્ણપણે આરક્ષિત હશે.

અન્ય સમાચારો પણ છે...