કઠિન પરિસ્થિતિમાં ઝળહળતું પરિણામ:ગોંડલમાં ફેક્ટરીમાં કામ કરતા પિતાની પુત્રીને 99.99 PR, શાપર-વેરાવળની ખેડૂતપુત્રીને 99.84 PR

રાજકોટએક મહિનો પહેલા
  • રાજકોટની શ્રેયા ગોસાઇને 99.99 PR, IITમાં અભ્યાસ કરવાનું લક્ષ્ય

આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી મહેક રૈયાણીએ 99.99 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. મહેકના પિતા હરેશભાઈ ફેક્ટરીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમ છતાં મહેક હિંમત હાર્યા વગર અભ્યાસમાં મન પરોવી ધો.10ની પરીક્ષા આપી અને આજે તેણે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. મહેકે જણાવ્યું હતું કે, હું રોજ સ્કૂલે 7 કલાક અને ઘરે 6થી 7 કલાક મહેનત કરતી હતી. મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સપનું છે. જ્યારે શાપર-વેરાવળમાં ખેતી કરતા પિતાની દીકરીએ 99.84 PR મેળવ્યા છે.

પિતા ફેક્ટરીમાં સામાન્ય જોબવર્ક કરે છે
મહેકનાં પિતા હરેશભાઈ ફેક્ટરીમાં સામાન્ય જોબવર્ક કરે છે. મહેકે વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 10માં સ્કૂલનાં 7 કલાક સિવાય રોજની હું 6થી 7 કલાકની નિયમિત મહેનત કરતી હતી. હું મારા આ પરિણામનો તમામ શ્રેય મારા માતા-પિતા અને મારા ગુરૂજનોને આપું છું. ધોરણ 9માં કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકડાઉનનાં કારણે ઓનલાઇન અભ્યાસ કરવાનો થયો. પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પણ સ્કૂલ દ્વારા શ્રેષ્ઠ પદ્ધતિથી ઓનલાઈન શિક્ષણ આપ્યું. આથી મારા ધોરણ 9 અને 10નાં અભ્યાસનો એકપણ દિવસ બગડ્યો નહીં, જેના પરિણામે જ મને આજે જ્વલંત સફળતા મળી છે.

શાપર-વેરાવળની ખેડૂતપુત્રી મૈત્રી વોરાને 99.84 PR.
શાપર-વેરાવળની ખેડૂતપુત્રી મૈત્રી વોરાને 99.84 PR.

આગળ સાયન્સમાં એડમિશન લેવું છે
મહેકે વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલની પરીક્ષા પદ્ધતિ, આખા વર્ષનું શ્રેષ્ઠ આયોજન, પ્રેક્ટિસ અને શિક્ષકોનું સતત માર્ગદર્શનને કારણે આજે હું આવું ઉત્તમ પરિણામ મેળવી શકી છું. મારા શિક્ષકોએ મને સતત માર્ગદર્શન પુરૂ પાડ્યું છે. હવે આગળ સાયન્સનો અભ્યાસ કરી કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું મારું સપનું છે.

રાજકોટની શ્રેયા ગોસાઇએ 99.99 PR મેળવતા ઝુમી ઉઠી હતી.
રાજકોટની શ્રેયા ગોસાઇએ 99.99 PR મેળવતા ઝુમી ઉઠી હતી.

રાજકોટની શ્રેયા ગોસાઇએ મેળવ્યા 99.99 PR
રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી શ્રેયા ગોસાઇને 99.99 PR આવ્યા છે. 600માંથી 591 માર્ક મેળવ્યા છે. તેમજ ગણિત અને સામાજિક વિજ્ઞાન એમ બે વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. શ્રેયાને આગળ IITમા અભ્યાસ કરવાનું લક્ષ્ય છે. શ્રેયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પરિણામનો પુરો શ્રેય મારા પરિવારને જાય છે. સ્કૂલમાં લેવાતી પદ્ધતિસરની પરીક્ષાથી હું આ પરિણામ હાંસલ કરી શકી છું. હું રોજે રોજનું રિવિઝન અને પ્રેક્ટિસ કરતી હતી. મેં આયોજનપૂર્વક મહેનત કરી હતી. મારા પિતા સરકારી નોકરી કરે છે.

સ્કૂલમાં વિદ્યાર્થિનીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી ધો.10ના રિઝલ્ટને વધાવ્યું.
સ્કૂલમાં વિદ્યાર્થિનીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી ધો.10ના રિઝલ્ટને વધાવ્યું.

શાપર-વેરાવળની મૈત્રી વોરાને ગણિતમાં 100માંથી 100 માર્ક
રાજકોટના શાપર-વેરાવળમાં ખેડૂત પરિવારની પુત્રી મૈત્રી વોરાએ 99.84 PR મેળવ્યા છે. તેમજ ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. મૈત્રીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું શાપર-વેરાવળથી આવું છું અને મારા પિતા ખેતી કરે છે. ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. ઘર કરતા મેં સ્કૂલે સૌથી વધુ મહેનત કરી હતી. આગળ મારે સાયન્સમાં અભ્યાસ કરી NEET ક્રેક કરવાનું સપનું છે.

પરિવાર અને ગુરુજનો સાથે ક્રિશા જોગી
પરિવાર અને ગુરુજનો સાથે ક્રિશા જોગી

શિક્ષકની દીકરી પણ 99.99 PR સાથે ગુજરાત પ્રથમ
રાજકોટના જાણીતા શિક્ષક અને ઘણા વર્ષોથી આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરાવનાર નીતિનભાઈ જોગીની દીકરી ક્રિશા જોગીએ પણ 99.99 PR તૈયાર સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ અંગે તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જી.કે.ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું. બધા મને પૂછે છે કે તમે કેટલી કલાક અભ્યાસ કર્યો ત્યારે માટે એટલું જ કહેવું છે કે, એટલે આપણે કેટલા કલાક અભ્યાસ કર્યો એ મહત્વનું નથી પરંતુ કેવો અને કેટલો અભ્યાસ કર્યો એ મહત્વનું છે. આજે મારી જીતની હકદાર માત્ર હું જ નહિ મારા માતા-પિતા અને મારા ગુરુજનો પણ પણ છે. ભવિષ્યમાં મારું સ્વપ્ન છે કે હું JEEની એકઝામ ક્લિયર કરીશ અને માતા-પિતાનો સ્વપ્ન સાકાર કરીશ

અન્ય સમાચારો પણ છે...