તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના દર્દીઓને બચાવવા દાન:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 987 પ્લાઝમા યુનિટનું કલેક્શન થયું, 950 દર્દીને પ્લાઝમા અપાયું

રાજકોટ4 મહિનો પહેલા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોકો પ્લાઝમા ડોનેટ કરી રહ્યાં છે.
  • બ્લડ બેન્કમાં હાલમાં રોજની સાતથી આઠ પ્લાઝમા ફેરેસીસ પ્રોસીઝર કરવામાં આવે છે

કોરાના દર્દીઓને સાજા કરવામાં જે દર્દીઓમાં એન્ટીબોડી બન્યા હોય તેવા દર્દીઓનું પ્લાઝમા આપીને જીવનદાન આપવામાં પ્લાઝમા ડોનરની સાથે-સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલનું પણ યોગદાન પ્લાઝમા પ્રોસિજર અને કલેક્શનની કામગીરીમાં મહત્વનું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 987 યુનિટનું પ્લાઝમા કલેક્શન થયું છે.

સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણે પ્લાઝમા અપાય છે
રાજકોટ સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં બ્લડ બેન્કમાં પ્લાઝમા માટે સીસીપી કાર્યરત કરવામાં આવ્યું છે. તે માટે નોડલ ઓફિસર ડો. કૃપાલ પુજારા શરૂઆતથી જ અથાગ મહેનત કરી રહ્યાં છે. આ બ્લડ બેન્કમાં હાલમાં રોજની સાતથી આઠ પ્લાઝમા ફેરેસીસ પ્રોસીઝર કરવામાં આવે છે. બ્લડ ડોનેશનમાંથી પણ સીસીપી મેળવવામાં આવે છે. શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં 987 જેટલા પ્લાઝમા યુનિટ કલેકટ કરવામાં આવ્યા છે. જેને પીડીયુ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પણ જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 950 દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યું છે.

પ્લાઝમા માટે અલગ અલગ પ્રોસિઝર કરવામાં આવે છે.
પ્લાઝમા માટે અલગ અલગ પ્રોસિઝર કરવામાં આવે છે.

પોલીસ કર્મચારીઓ પ્લાઝમા ડોનેટ કરે છે
પ્લાઝમા ડોનેશન માટે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કરેલી પહેલને કારણે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ પ્લાઝમા ડોનર તરીકે આગળ આવીને પ્લાઝમા ડોનેટ કર્યું છે. ઉપરાંત રાજકોટ પ્લાઝમા ગ્રુપ કે જે એક એનજીઓ છે તેઓ તરફથી પણ પ્લાઝ્મા ડોનર્સની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે.

પ્લાઝમા કોરોનાના દર્દીને આપવામાં આવે છે.
પ્લાઝમા કોરોનાના દર્દીને આપવામાં આવે છે.