કોરોના રાજકોટ LIVE:આજે 2 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 42873ને પાર, જિલ્લામાં પ્રથમ ડોઝનું 97.3% વેક્સિનેશન પૂર્ણ

રાજકોટ14 દિવસ પહેલા
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટમાં આજે શહેરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જેને પગલે શહેરમાં કુલ કેસની સંખ્યા 42873 પર પહોંચી છે.રાજકોટ શહેરની સાથે-સાથે જિલ્લામાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં પ્રથમ ડોઝનું 97.3% વેક્સિનેશન પૂર્ણ થયું હોવાનું કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે, વીંછીયા, જસદણ અને ધોરાજીમાં હાલ લોકોમાં ગેરસમજને કારણે વેક્સિનેશન ઓછું છે.

લઘુમતિ સમાજના આગેવાનો સાથે બેઠક કરીઃ કલેક્ટર
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ લઘુમતિ સમાજમાં વેક્સિનને લઈને કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળી હતી. જેને પગલે મસ્જિદ તેમજ દરગાહોમાં ખાસ મુલાકાત કરી હતી. આ સાથે જ મૌલવીઓ સાથે બેઠક યોજી વેક્સિનેશનનાં કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ટૂંક સમયમાં આ તમામ તાલુકાઓમાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરીને રાજકોટ જિલ્લામાં 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક હાંસિલ કરી લેવા માટે કામગીરી ચાલી રહી છે.

રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયાને માહિતી આપી.
રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયાને માહિતી આપી.

જિલ્લામાં બીજા ડોઝનું વેક્સિનેશન 60 ટકા
સાથે જ બીજા ડોઝની વાત કરીએ તો બીજા ડોઝમાં ફક્ત 60 ટકા આસપાસ જ વેક્સિનેશન થયાનું જાણવા મળી રહ્યું છે. હાલ કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે અને તેને જ લઈને વેક્સિનેશનની કામગીરી ઝડપભેર કરવા જિલ્લા વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...