સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આજે હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જ્યાં ચુકાદો આપતી વેળાએ જજે કહ્યું હતું કે,વેબસિરીઝના બીભત્સ દ્રશ્યો માનસિક અસર કરે છે. ત્યારે આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 2520 લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાં ચોંકાવનારા તારણો સામે આવ્યા. જેમાં 96% લોકોના મતે વેબસિરીઝના કારણે બાળકોમાં આક્રમકતા વધી ગઈ છે.
સર્વેના તારણો
પ્રશ્ન: OTT પ્લેટફોર્મને કારણે બાળકો બગડે છે ?
જવાબ: જેમાં 88% એ હા કહ્યું
પ્રશ્ન: વેબસીરીઝ આવ્યા બાદ બાળકોમાં ઈન્ટરનેટ પ્રત્યે લગાવ વધ્યો છે ?
જવાબ: જેમાં 100% એ હા જણાવી
પ્રશ્ન: OTT પ્લેટફોર્મમાં સેન્સર હળવું હોવાને કારણે બાળકો અભદ્ર વર્તણુક શીખે છે ?
જવાબ: જેમાં 84% એ હા જણાવી
પ્રશ્ન: OTT પ્લેટફોર્મ ઉપર સેન્સર બોર્ડનું કડ નિયંત્રણ હોવું જોઈએ ?
જવાબ: જેમાં 88% એ હા જણાવી
પ્રશ્ન: વેબસીરીઝમાં આક્રમકતા, વલ્ગારીટી અને અસંસ્કારિતા હોય છે ?
જવાબ: જેમાં 84% એ હા જણાવી
પ્રશ્ન: ટીવી સીરીયલો બાળકોને બગાડે છે ?
જવાબ: જેમાં 80%એ હા જણાવી
મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગમાં આવેલ વિવિધ કેસ
ઉલ્લેખનીય છે કે વેબસિરીઝને હાલ OTT તરીકે પણ ઓળખવામાં આવે છે. OTT પ્લેટફોર્મ એટલે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મનો. આ એક એવું માધ્યમ છે જેમાં ટીવી સીરીયલો, વેબ સીરીઝ, વિવિધ પ્રકારની ડોક્યુમેન્ટરી, વિવિધ પ્રકારના વિડીયો અને ઓડિયો ઉપલબ્ધ છે. હાલ OTTના કારણે મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગમાં ચોંકાવનારા કેસ સામે આવ્યું છે.
1. મને ઓલી ઓનલાઇન સિરિઝ ડાઉનલોડ કરી આપો પપ્પા...નહીંતર હું મરી જઈશ, એમ કહી ઉતરાયણમાં અગાસી પર પતંગ ઉડાડતા પિતાને ધમકી આપી પારાપીટ પરથી એક પગ નીચે મુકવાનો પ્રયત્ન 4 વર્ષનો બાળક કરે છે.
2. સાહેબ હું મધ્યમવર્ગનો માણસ છું, માંડ ઘરનુ પૂરું કરું છું. મારી દીકરીને ઓનલાઇન સિરિયલ અને વેબ સિરીઝની લત લાગી છે. સાંજે ટીવીમાં આવે સિરિયલ એ પહેલા તેને ઓનલાઇન જોવી હોય છે. તેમાં ઇન્ટરનેટ ખુબ જ વપરાય છે. મહિને રૂ.2500-3000 ઇન્ટરનેટમાં વપરાય જાય છે. જો રિચાર્જના રૂપિયા ન આપું તો આત્મહત્યાની ધમકી આપે છે.
3. મિત્રો પાસે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા કેટલાક ઓનલાઇન શો માં આગળ શું થશે તે જોવા OTTમાં કાંઈક નવું આવ્યું છે તેનાં પર સતત મોબાઈલમાં જોયા કરે છે. જો કાંઈક કહું તો છરી ગળે મૂકે છે અને ધમકી આપે છે.
4. ફરી ઓનલાઇન શિક્ષણ શરૂ થયું એટલે આખો દિવસ મારો દીકરો ઘરમાં પુરાયેલ રહે છે અંદર શું કરે છે તે શંકા જાય છે. કેમ કે, ઘણીવાર જોર જોરથી તે આક્રમક થઈને બરાડા પાડે છે. બારણું ખખડાવીએ તો ગુસ્સો કરે કે મને ભણવા દયો. તેનાં મિત્રો પાસેથી વિગત મેળવી તો તે OTT પ્રોગ્રામ જોયા કરે છે તેમાં તેનાં ફેવરિટ પાત્રને કોઈ નુકશાની થાય તો બૂમબરાડા પાડે છે. તમે કોઈ ઉપાય કહો..
OTTની વિઘાતક અસરો
માતા-પિતાએ આટલું ધ્યાન રાખવું
OTT માટે સેન્સરનું નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. નહિતર યુવા સમાજ ને ખૂબ અસર પડી શકે છે, OTT, સોશિયલ મીડિયા હકારાત્મક વલણ કરતા નકારાત્મક વલણ વધુ શીખવે છે કેમ કે આ દરેકમા આક્રમક અને અસંસ્કારીતાને વધુ પ્રદર્શિત કરવામાં આવે છે જેથી આજના બાળકો અને યુવાનો પરિવારના સંસ્કારોની અવગણના કરતા થઈ ગયા છે. સોશિયલ મીડિયાનુ યુવાનોમાં વ્યસન થઇ જવાના કારણે જે એક સમયે અયોગ્ય લાગતુ હતુ એ આજ ના બાળકો અને યુવાનોને વ્યક્તિગત રીતે અયોગ્ય લાગવા લાગ્યું છે. OTT પ્લેટફોર્મ માતા પિતા સાથે બેસીને જૂએ એટલે અંશે યોગ્ય છે, બાકી નહીં. નાના બાળકોને મોબાઈલ જ દેવા ન જોઈએ તેનાથી અનેક પ્રકારના નુકસાન છે, બાળકોને ઈન્ટરનેટ કોઈની દેખરેખ હેઠળ ઉપયોગ કરવા દેવુ જોઈએ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.