તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ કરવામાં હાઉસ વાઇફ આગળ:કોરોના કાળમાં 9.50 લાખ ડિમેટ એકાઉન્ટ ખુલ્યા, રોકાણ કરનારી મહિલાઓ 3%થી વધીને 35% થઈ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુજરાતમાં રોકાણ કરવામાં વર્કિંગ વુમન કરતા હાઉસ વાઇફ આગળ

મહિલાઓમાં બચત એ જન્મજાત ગુણ હોય છે. પરંતુ કોરોનાની મહામારી બાદ મહિલાઓ પોતાની બચતનું રોકાણ કયાં કરવુ, તેનો નિર્ણય લેવા માટે સક્ષમ બની છે. કોરોનાએ લોકોને બચતનું મહત્વ સમજાવ્યું અને મહિલાઓનું મની મેનેજમેન્ટ ઉપયોગી બન્યું જેને કારણે બચત કરનારો વર્ગ વધી ગયો છે. ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સુદીપભાઇ મહેતા જણાવે છે કે, કોરોના પછી ગુજરાત રાજ્યમાં 9.50 લાખ ડિમેટ એકાઉન્ટ ખુલ્યાં છે. કોરોના પહેલા પહેલા મ્યુચ્યુઅલ ફંડ, આઇપીઓ, એસઆઈપી વગેરેમાં રોકાણ કરવાનું મહિલાઓનું પ્રમાણ 3 થી 5 ટકા હતું. જે હવે 35 ટકાએ પહોંચ્યું છે અને મહિલાઓ હવે દર મહિને રૂ. 5 હજારથી લઈને રૂ. 30 હજાર સુધીનુ રોકાણ કરવા માટે સક્ષમ બની છે.

દરેક સમયે પરિવારનું હિત જોતી મહિલાઓ રોકાણ કરવામાં પણ પરિવારનું હિત ધ્યાને રાખે છે. કોરોનાની મહામારીમાં પરિવારના સભ્યોનું આરોગ્યનું ધ્યાન આપ્યું હવે પરિવાર માટે સંપત્તિનું સર્જન કરી રહી છે. જો કે બચત કરવાથી લઇને રોકાણ કરવામાં વર્કિંગ વૂમન કરતા હાઉસવાઇફ આગળ છે. ફાયનાન્સ પ્લાનર પરેનભાઈ મોદી જણાવે છે કે, કોરોના પહેલા લોકો પોતાની આવકનો 5 થી 10 ટકા હિસ્સો બચતમાં રાખતા હતા પરંતુ હવે આ રેશિયો 20 ટકાએ પહોંચ્યો છે. તેમજ મેડિકલેઇમ લેનારની સંખ્યા 1 હજારમાંથી 20એ પહોંચી છે જે પહેલા 1 હજારમાંથી 5 લોકો લેતા હતા.

‘કોરોના પછી મહિલાઓનું રોકાણ વધીને 35 ટકા થયું’
5 વર્ષમાં હજુ ચિત્ર બદલાશે, મહિલાઓની બચત નેશનને ફાયદો કરાવશે, જીડીપીમાં પણ સુધારો આવશે. કોરોનાએ સૌ કોઈને બચતનું મહત્વ સમજાવ્યું. કોરોના પછી જ રોકાણ કરવામાં મહિલાઓની ટકાવારી 35 ટકાએ પહોંચાડી છે. મહિલાઓની બચત અને રોકાણ આખા રાષ્ટ્રમાં પ્રાથમિકથી લઇને ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા ઊભી થશે. આગામી 5 વર્ષમાં ચિત્ર બદલાશે. મહિલાઓમાં રોકાણ કરવાનો રેશિયો વધશે. - નવીનભાઈ શાહ, ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ

ભાસ્કરે 50 મહિલાઓ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે હા, તેઓ આવક, બચત અને વળતરમાં તેઓનો હિસાબ પાકો છે

1. મહિલાઓ પોતાની બચત કયાં રોકવી, કેવી રીતે રોકવી તેનો નિર્ણય જાતે લેવા લાગી છે. જ્યારે કોરોના પહેલા તે પતિ, પિતા, ભાઈ, પુત્રની સલાહ લઈને નિર્ણય લેતી હતી.

2. ફિકસ ડિપોઝિટના દર ઘટવાથી અને પોસ્ટ ઓફિસમાંથી બચત પરત મેળવવામાં પડતી તકલીફથી મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ, આઈપીઓમાં, એસાઈપીમાં રોકાણ કરી રહી છે.

3. મહિલાઓ ડિજિટલાઈઝેશન તરફ વળી છે અને પોતાના એકાઉન્ટમાંથી સિસ્ટેમેટિક વિડ્રોલ કરતા શીખી ગઇ છે

4. મહિલાઓ પોતાના બાળકોનું ભવિષ્ય, તેના ભણતર, લગ્નનો ખર્ચ કાઢવા, પોતાની માલિકીની ગાડી, ઘર ખરીદવા માટે રોકાણ કરે છે.

5. ત્રણ મહિનાના લોકડાઉનમાં દરેક ઘર પરિવારમાં નાણાકીય કટોકટી ઊભી થઇ ત્યારે ઘરની મહિલા મોભીએ કરેલી બચત કામમાં આવી આથી પુરુષોએ પણ મહિલાઓના બચતના લોજિકને બિરદાવી પોતાના જીવનમાં તે ગુણ અપનાવ્યો છે.

6. હાઉસવાઇફ એસ.આઈ.પી.માં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. કારણ કે, તે દરેક મહિને પોતાની પાસે આવતી રકમમાંથી બચત કરતી હોય છે.

7. કોરોના દરમિયાન મોજશોખ માટે વપરાતા પૈસાની બચત થઇ અને તેને ખોટો ખર્ચ કરવાને બદલે હવે તેઓ તેનું વળતર મળે તે રીતે રોકાણ કરે તો પરિવારને ઉપયોગી બને.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો