તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:રાજકોટ જિલ્લાના 947 દિવ્યાંગોને રૂ. 54.46 લાખના લાભ અપાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાભાર્થીના ખાતામાં પ્રતિ માસ 600 રૂપિયા જમા કરવામાં આવશે

હાલના તબક્કે સરકાર કોવિડમાં નિરાધાર થયેલા લોકોને પ્રાધાન્યતા આપી પૂરતા તમામ લાભ પહોંચાડી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સરકાર દ્વારા સંત સૂરદાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના 947 દિવ્યાંગ વ્યક્તિઓને કુલ 54.46 લાખની સહાય આપવામાં આવી છે.

જેમાં દરેક દિવ્યાંગો જે આ યોજનાનો લાભ લઇ રહ્યા છે તે સર્વેના ખાતામાં 600 રૂપિયા માસિક જમા કરવામાં આવશે. જે કાર્ય માટે રાજકોટ સુરક્ષા વિભાગને આ મહત્પૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે. હજુ પણ આ કાર્ય માટે વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. અને તે મુજબની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હાલના તબક્કે કુલ 947 લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

સંત સુરદાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં એપ્રિલ 2021 થી જૂન 2021 સુધીમાં 947 દિવ્યાંગ વ્યકિતઓને લાભ અપાયા છે.આ યોજનાઓનો લાભ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો લઇ શકે છે. 79 વર્ષથી ઓછી વયના અને 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓ આ યોજનાની લાભ લેવાની પૂર્ણ પાત્રતા ધરાવે છે. જેમાં દરેક લાભાર્થીને તેમના ખાતામાં મહિને ડી.બી.ટી. મારફતે રૂ. 600 ચૂકવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...