તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનોવિજ્ઞાન ભવનનો સરવે:93 ટકા લોકોએ સ્વીકાર્યું કે હાલના સમયમાં તરુણો માનસિક અને સામાજિક સમસ્યાઓ અનુભવે છે

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 54 ટકા તરુણોએ કહ્યું કે ઘર પરિવારના લોકો અમે બુદ્ધિ વગરના અને રખડું છીએ એવું માને છે

આપણે એક જટિલ અને ઝડપી ગતિવાળી દુનિયામાં જીવીએ છીએ. જેમાં મોટા-મોટા વ્યક્તિને પણ ક્યારેક જીવન જીવવું મુશ્કેલ લાગે છે. આજની દુનિયામાં હવે નાના નાના છોકરાઓને પણ જીવવું મુશ્કેલ લાગવા લાગ્યું છે. જેથી તે આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. અત્યારની પેઢીને ઘણીવાર દુનિયા આપણા માટે ખૂબ ક્રૂર છે એવુ લાગી રહ્યું છે. આમ, શારીરિક કરતા માનસિક સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. હાલમાં આ સમસ્યાઓ તરુણવાસ્થામા વધુ જોવા મળી રહી છે.

360 તરુણો અને 540 વડીલો પાસે પ્રત્યુત્તરો મેળવવામાં આવ્યા
તરુણાવસ્થાએ જીવનનો એવો સમય છે જયારે વ્યક્તિની જનેન્દ્રીયો પોતાની પરિપકવતામાં પ્રવેશ કરે છે.કિશોરોમાં શારીરિક, માનસિક, આવેગિક, નૈતિક અને આધ્યાત્મિક આ દરેક પ્રકારના ભાગનો સમાવેશ થાય છે. પરંતુ તરુણાવસ્થાનો મુખ્ય સબંધ શારીરિક વિકાસ સાથે હોય છે. આ શારીરિક વિકાસની અસર તેમના માનસિક વિકાસને પણ અસર કરતી હોય છે જેના કારણે તેની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો અભ્યાસ કરવો જરૂરી બની રહે છે. આ ઉદેશ્ય સાથે મનોવિજ્ઞાન ભવને તરુણાવસ્થાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે જેમાં 360 તરુણો અને 540 વડીલો પાસે પ્રત્યુત્તરો મેળવવામાં આવ્યા હતા.

360 તરુણો અને 540 વડીલો પાસે પ્રત્યુત્તરો મેળવવામાં આવ્યા ( પ્રતિકાત્મક તસવીર)
360 તરુણો અને 540 વડીલો પાસે પ્રત્યુત્તરો મેળવવામાં આવ્યા ( પ્રતિકાત્મક તસવીર)

50 ટકા સમસ્યાઓ તરૂણાવસ્થા દરમ્યાન શરૂ થયેલ હોય છે
ડો. યોગેશ જોગસણ કહે છે કે,કિશોરાવસ્થામાં માનસિક સમસ્યાઓ શરૂ થઇ હોય અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં ન આવ્યું હોય તો તે સમસ્યા પુખ્ત થયા પછી પણ પીછો છોડતી નથી માનસિક સમસ્યાઓ જે આવે છે તેનાથી 50 ટકા સમસ્યાઓ તરૂણાવસ્થા દરમ્યાન શરૂ થયેલ હોય છે. કિશોરાવસ્થામાં સૌથી સામાન્ય માનસિક સમસ્યાઓમાંની એક સમસ્યા તણાવ કે સ્ટ્રેસ છે. તરુણાવસ્થામાં વિપરિત લિંગની વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ ખુબ જ પ્રબળ હોય છે કિશોરાવસ્થા એવો સમય છે કે તેમાં જાતિગત અને શરીરના અંગત અવયવો વિકસવાની શરૂઆત થાય છે ત્યારે તે “ સાચા ” અને “ ખોટાનો ” ભેદ સમજી શકતા નથી.

પરિવારના સભ્યો તરુણોને વારંવાર રોકતા ટોકતા હોય છે​​​​​​​
છોકરાઓ વિપરીત લિંગની વ્યક્તિઓ પ્રત્યે ધણા દ્વેષ અને વિચિત્ર લાગણી અનુભવે છે જો કે આ તેમનો બચાવ હોય છે. આકર્ષણમાં થી મુક્ત થવાનો તરૂણાવસ્થા દરમ્યાન મોબાઇલ વીથ ઇન્ટરનેટ આપવાથી તરૂણોમાં વિકાર વધ્યો. તરૂણોને સાચવવા માટે ઓનલાઇન શિક્ષણથી બચાવવા પડશે કેમ કે તેઓ ઇન્ટરનેટમાં વિષય સંબંધિત ભણશે નહી પણ પોતાનાં મનમાં વિકારો વિશે સર્ચ કરશે અને તે તેના માટે ખુબ જ મુશ્કેલી સર્જાશે .આ કારણો સર, બાળકો તેમના માતાપિતાનો પણ ગુસ્સો સહન કરી શકતા નથી. આનાથી તેમના આત્મસન્માનને ઠેસ પહોંચે છે.તને કઈ ન ખબર પડે જેવા વાક્યોનો મારો માતાપિતા અને પરિવારના સભ્યો તરુણોને વારંવાર રોકતા ટોકતા હોય છે કેટલાંક પ્રકારના નકારાત્મક વિધાનો બોલતા હોય છે.

આજના બાળકો માં માતા પિતા પાસે ધાર્યું કરાવવાના વર્તનમાં વધારો થયો ( પ્રતિકાત્મક તસવીર)
આજના બાળકો માં માતા પિતા પાસે ધાર્યું કરાવવાના વર્તનમાં વધારો થયો ( પ્રતિકાત્મક તસવીર)

માતા પિતા પાસે ધાર્યું કરાવવાનું વલણ
આજના બાળકો માં માતા પિતા પાસે ધાર્યું કરાવવાનું વલણ, જિદ્દી વર્તન માં ક્યાંક વધારો થયો છે. જ્યારે ગમતું કામ કે વર્તન પર પણ રોક લગાવવામાં આવે ત્યારે ઘરથી ભાગી જવાનું વર્તન ધ્યાન આકર્ષિત કરવા માટે થતું હોય છે.

પરિવાર વચ્ચેના ઝગડાઓ
પતિ-પત્ની વચ્ચેના ઝગડાઓ જ્યારે હળવા પ્રકારના હોય ત્યારે તેનું નિવારણ લાવી શકાય પણ જ્યારે અહંમને કારણે આ વાત નો નીવેડો ન આવે તો તેની અસર બાળ માનસ પર થાય છે અને તે આવેશમાં આવી ઘર છોડી દેવાનું વર્તન કરતા જોવા મળે છે.

ખોટી સોબત
મિત્રની સોબત ખરાબ હોય ત્યારે તે અન્ય લોકોને પણ અવળે રસ્તે લઈ જવામાં વાર લગાડતો નથી. ખોટી સોબત અને સંગતને કારણે ઘણી વખત પકડાઈ જવાના ભયથી બાળક કે યુવાનોમાં ઘર છોડી ભાગી જવાનું વર્તન જોવા મળે છે.

સરવેમાં ચોંકાવનારા તથ્યો

 • 93 ટકા લોકોએ સ્વીકાર્યુંઃ તરુણો માનસિક અને સામાજિક સમસ્યાઓ અનુભવે છે
 • 81.30 ટકા લોકોએ સ્વીકાર્યુંઃ સંસ્કૃતિ અને પરિસ્થિતિની તરુણો પર નિષેધક અસર.
 • 84.40 ટકા લોકોએ જણાવ્યુંઃ આજનો તરૂણ પોતાના પરનો સંયમ ગુમાવી બેઠો છે.
 • 71.90 ટકા લોકોએ કહ્યુંઃ તરુણો માતા પિતાના હસ્તક્ષેપથી છુટકારો મેળવવા ઈચ્છે છે
 • 78.10 ટકા લોકોએ સ્વીકાર્યુંઃઆજના તરુણોના વર્તનમાં બેદરકારી વધી છે.
 • 71.90 ટકા લોકોએ જણાવ્યુંઃ તરુણો સરખા જવાબો નથી આપતા.
 • 96.90 ટકા લોકોએ જણાવ્યુંઃ આજના તરુણો ઝડપી ક્રોધમાં આવી ઉત્સુકતા બતાવે છે.
 • 87.50 ટકા લોકોએ જણાવ્યુંઃઆજના તરુણો સ્વતંત્રતા માટે માતા પિતા સાથે ઝગડે છે.
 • 90.60 ટકા લોકોએ જણાવ્યુંઃ આજના તરુણો પોતાની ટીકા સાંભળી ગુસ્સે થઇ જાય છે.
 • 98.80 લોકોએ સ્વીકાર્યુંઃ તરુણોમાં ઘર મુકીને ભાગી જવાનું વર્તન વધ્યું છે.
 • 93.80 ટકા લોકોએ જણાવ્યુંઃ તરુણોમાં ડિપ્રેશન,સ્ટ્રેસ, વધ્યા હોય એવું અમને લાગે છે.

તરુણોની વ્યથા શું છે?

 • 36 ટકા તરુણોએ સ્વીકાર્યું કે ઘરેથી ભાગી જવાનું મન થાય છે.
 • 18 ટકા તરુણોએ કહ્યું કે ઘરે કહ્યા વિના દોસ્તો સાથે રખડવા જતા રહીએ છીએ.
 • 54 ટકા તરુણોએ કહ્યું કે ઘર પરિવારના લોકો અમે બુદ્ધિ વગરના છીએ એવું માને છે.
 • 27 ટકા તરુણોએ કહ્યું કે અમે મોટા છીએ એ ગુનો હોય એવું લાગે છે.
 • 11 ટકા વિચલિત હતા અને પોતાના કાર્યમાં એકાગ્રતા કેળવી શકતા ન હતા.
 • 27 ટકા કિશોરો તણાવ, ઉદાસ કે નિરાશામાં છે.
અન્ય સમાચારો પણ છે...