તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:વેબમાં ખામીના કારણે 91 યુવાન રસી ન લઇ શક્યા

રાજકોટ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રાજકોટમાં 18+ માટે રોજ 4900નું જ રજિસ્ટ્રેશન થઇ શકશે, જેટલા 45+ ઓનલાઇન નોંધણી કરાવશે તેટલા યુવાનો દૈનિક રસીકરણથી વંચિત રહેશે : 45+એ કેન્દ્ર પર જઇને જ નોંધણી કરાવવા અધિકારીઓની સલાહ

રાજકોટ શહેરમાં 18થી 44 વર્ષના યુવાનોનું કોરોના વેક્સિનેશન શરૂ થયાના બીજા દિવસે 4809 યુવાનને રસી મૂકવામાં આવી હતી. જ્યારે 45 વર્ષ કે તેથી મોટી ઉંમરના 4418 વ્યક્તિને એમ કુલ 9227 વ્યક્તિનું વેક્સિનેશન થયું હતું. 18થી 44 વર્ષના યુવાનો માટે 49 સ્થળ પર વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એક સ્થળ પર 100 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવે છે અને તે મુજબ જ ઓનલાઇન રજિસ્ટ્રેશન થાય છે. જેના પગલે દિવસભર યુવાનો વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરવા પ્રયાસ કર્યા પરંતુ માત્ર 4900નું રજિસ્ટ્રેશન થયું હતું. 4900નું રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થતાની સાથે જ 10 મિનિટમાં તમામ બુકિંગ થઇ જાય છે.

વેક્સિનેશનના બીજા દિવસે 4809 યુવાન સહિત 9227 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું
​​​​​​​માત્ર 18થી 45 વર્ષના યુવાનો જ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવે

​​​​​​​રાજકોટ શહેરમાં 18થી 45 વર્ષના યુવાનોને કોરોના વેક્સિન મૂકવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ 49 સ્થળ નક્કી કર્યા છે. આ સ્થળો પર વેક્સિનેશન માટે જતા પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન બાદ જે સમય અને સ્થળ નક્કી કર્યો હોય ત્યા જવાનું હોય છે. રાજકોટમાં દૈનિક 4900 યુવાનનું રજિસ્ટ્રેશન થાય છે અને વેક્સિનેશન મૂકવાનું આયોજન તંત્રએ કર્યું છે.

45 પ્લસ વ્યક્તિઓએ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, કેન્દ્ર પર સીધી રસી આપવામાં આવશે
​​​​​​​રાજકોટમાં 45 કે તેથી મોટી ઉંમરના વ્યક્તિઓનું રસીકરણ કરવા માટે મનપાએ 22 સ્થળ પર કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં શહેરના તમામ 21 આરોગ્ય કેન્દ્ર તેમજ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે વેક્સિન અપાય છે. 45 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના કોઇ પણ આરોગ્ય કેન્દ્ર કે પદ્મકુંવરબા હોસ્પિટલ પર આધારકાર્ડ લઇને જશે તો તેમને કોરોના વેક્સિન મૂકી આપવામાં આવશે. આ માટે તેમણે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. વેક્સિનેશન બાદ તેમના મોબાઇલ પર સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની લિંક પણ મળી જશે.

આ કારણે રસી ન મુકાઇ
​​​​​​​રવિવારે 18થી 44 વર્ષના યુવાનોને વેક્સિનેશન માટે સરકારની વેબસાઇટ ખુલ્લી મુકાઇ અને રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. આ તમામને શહેરમાં 49 સ્થળ પર વેક્સિનેશન માટે જવાનું હોય છે. 49 સ્થળ પર 100--100 યુવાનને દરરોજ વેક્સિન મૂકવામાં આવે છે પરંતુ આ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં 45 વર્ષથી મોટી ઉંમરના 91 વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવી લીધું હોવાથી આ સ્થળો પર 91 યુવાનનું રજિસ્ટ્રેશન ન થયું અને તેઓ રવિવારે વેક્સિનેશનથી વંચિત રહ્યા છે.

નોંધણી પૂરી થઇ છતાં સાઇટ પર ન દેખાઇ
કોરોના વેક્સિન માટે 18 થી 44 વર્ષના યુવાનોએ ફરજિયાત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું છે. રાજકોટમાં એક સેન્ટર પર 100 વ્યક્તિનું રસીકરણ થઇ શકે છે. 49 સ્થળો પર વેક્સિનેશન થતું હોવાથી 4900 રજિસ્ટ્રેશન થઇ ગયા બાદ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન બંધ થયું છે તેવું દર્શાવતું ન હોવાથી અન્ય લોકો રજિસ્ટ્રેશન માટે સતત પ્રયાસ કરતા રહે છે અને ખોટી રીતે હેરાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો