ચર્ચાસ્પદ મુદ્દો:જિલ્લામાં 900 ખેડૂતે સહાય મંજૂર કરાવી, ફોન ન ખરીદ્યા!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3400 અરજી મંજૂર, 2500 ખેડૂતે બિલ રજૂ કર્યા

રાજકોટ જિલ્લાના 900 ખેડૂતે નવો ફોન ખરીદવા માટે સહાયના નામે કરેલી અરજી મંજૂર થયા બાદ પણ ફોન ન ખરીદતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. ગ્રામ્ય સ્તરે કેટલાક કિસ્સામાં ડબલ અરજીઓ થઇ હોવાનું પણ સામે આવ્યું હતું.રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ નોંધણી કરાવ્યા બાદ 900 જેટલા ખેડૂતે ફોન ખરીદીના બિલ જ રજૂ કર્યા ન હતા, આવા તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફોન સંલગ્ન 3400 અરજી મંજૂર કરવામાં આવી હતી જે પૈકી 2500 ખેડૂતે જ ફોન ખરીદીના બિલ રજૂ કર્યા હતા.રાજકોટ જિલ્લામાં અંદાજે 147 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટ ફોન ખરીદનાર ખેડૂતોને મહત્તમ રૂ.6000 અથવા તો ખરીદ કિંમતના 40 ટકાની સહાય ચૂકવવામાં આવે છે.

2021માં અરજીઓ લેવાનું બંધ કરાયું હતું, 2022ના વર્ષ માટે હજુ રાજ્ય સરકારની મંજૂરી બાકી છે. અગાઉ આ યોજનામાં 10 ટકા સહાય આપવાની જાહેરાત થઇ હતી, જેને નબળો પ્રતિસાદ મળતા સહાયનું ધોરણ વધારીને 40 ટકા કરવામાં હતું. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના 2500 ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...