• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 9 year old Girl From Rajkot Started Watching Porn While Studying Online, Child Says Mommy daddy Doesn't Let Me Sleep In Her Room, University Survey

વાલીઓ ચેતી જજો!:ઓનલાઇન ભણતાં ભણતાં રાજકોટની 9 વર્ષની બાળકી પોર્ન જોવા લાગી, બાળકે કહ્યું, મમ્મી-પપ્પા મને તેમના રૂમમાં સૂવા દેતાં નથી, યુનિવર્સિટીનો સર્વે

રાજકોટએક વર્ષ પહેલા
  • સાઇબર-એક્સપર્ટ પાસેથી લિમિટેડ સર્ચ કરી શકે એવું મોબાઇલમાં સેટિંગ ગોઠવવું જોઈએ

કોરોનાના કહેર વચ્ચે ઓનલાઈન શિક્ષણ શરૂ થતાં બાળકોને મોબાઈલની લત લાગી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ, બાળકો ઓનલાઈન ભણતાં ભણતાં પોર્ન સાઈટ જોવાના રવાડે ચડી ગયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સર્વેમાં એક વાલીએ જણાવ્યું હતું કે તેની 9 વર્ષની બાળકી ઓનલાઈન અભ્યાસ કરતાં કરતાં પોર્ન સાઈટ જોવા લાગી હતી. આ દરમિયાન એક વખત એવો સવાલ કર્યો કે માતા પણ ચોંકી ગઈ હતી. યુનિવર્સિટીના મનોવિજ્ઞાનભવનની ટીમે કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે 15 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણતાં ભણતાં પોર્ન સાઈટ જોવાના રવાડે ચડી ગયા છે. મનોવિજ્ઞાનભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણે કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન અમને એક ફોન આવ્યો હતો કે અમારું બાળક સૂનમૂન રહે છે, જેથી અમે તેનું કાઉન્સેલિંગ કરતાં તેણે જણાવ્યું હતું કે મમ્મી-પપ્પા બપોરે રૂમમાં સૂવા જાય ત્યારે મને સાથે સૂવા દેતાં નથી અને એવું કહે કે મારે પણ સૂઈ જવું છે.

ઓનલાઇન શિક્ષણ શરૂ થયા બાદ બાળકો પોર્ન સાઈટ જોવા લાગ્યાં
મનોવિજ્ઞાનભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણે કહ્યું હતું કે અત્યારસુધીમાં અમે 25થી વધુ ઓનલાઈન સર્વે કર્યા છે. અમે બાળકો પર જે સર્વે કર્યો છે એ ખૂબ ખાનગી રીતે કર્યો છે. સર્વે મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ થયા બાદ બાળકો પોર્ન સાઈટ જોવાના રવાડે ચડ્યાં છે. ત્યારે બાળકોની સાથે સાથે માતા-પિતાએ પણ ઘણું ધ્યાન રાખવાની જરૂર છે. ઇન્ટરનેટ અને બાળક એટલે દારૂખાનું અને અંગારાને બાજુમાં રાખવા જેવી વાત છે. શારીરિક, માનસિક અને આવેગિક ફેરફારો તો થતા હોય છે, એની મુશ્કેલી સામે તે લડતો જ હોય છે. એવામાં ઓનલાઇન શિક્ષણના નામે ઇન્ટરનેટ સાથે સતત જોડાણ એ ભયસ્થાન નોતરે છે. એક તો ઉંમરની અસર અને વધુમાં ઇન્ટરનેટ પર સર્ચ કરવાની સરળતા બાળકને ગેરમાર્ગે દોરે છે. સાઇબર-એક્સપર્ટ પાસેથી લિમિટેડ સર્ચ કરી શકે એવું મોબાઈલમાં સેટિંગ ગોઠવવું જોઈએ. સમાજ જાગ્રત નહીં થાય તો આગળ મુશ્કેલી વધશે.

મનોવિજ્ઞાનભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણની ટીમે સર્વે કર્યો.
મનોવિજ્ઞાનભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણની ટીમે સર્વે કર્યો.

વાલીઓ ચેતે! 15 ટકા ખૂબ મોટો રેશિયો કહેવાય
સંશોધનકર્તા ડૉ. ધારાબેન દોશીએ કહ્યું- 15 ટકા તરુણો ઓનલાઈન અભ્યાસની સાથે સાથે પોર્ન જોવાના રવાડે ચડી ગયા છે, એ ખૂબ મોટો રેશિયો છે. ખરેખર વાલીઓ ચેતે અને પોતાનું બાળક અભ્યાસની સાથે સાથે મોબાઈલમાં શું જોવે છે એ નિયમિત ચેક કરે. કેટલીક એડલ્ટ બાબતોનું જ્ઞાન નથી હોતું, પરંતુ એ જોવું તેને ગમે છે, અહીંથી વાલીઓ ધ્યાન નહીં આપે તો આ રેશિયો આગળ તેજ ગતિએ વધી શકે છે.