પાણીચોરો દંડાયા:રાજકોટમાં ઢેબર રોડ, યાજ્ઞીક રોડ સહિતના વિસ્તારોમાં ડાયરેક્ટ પમ્પિંગથી પાણી ખેંચતા 9 વ્યક્તિને 13 હજારનો દંડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મનપાની ટીમે 1029 ઘરમાં ચેકિંગ કર્યું. - Divya Bhaskar
મનપાની ટીમે 1029 ઘરમાં ચેકિંગ કર્યું.
  • ડાયરેક્ટ પમ્પિંગના કેસમાં 2000 અને ફળિયું ધોવાના કેસમાં 250 રૂપિયાનો દંડ
  • જૂની જિલ્લા સરકારી લાઇબ્રેરીમાં એકસાથે 13 જૂના વૃક્ષ કાપતા મનપાની ટીમ દોડી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મુકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ માટે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે શહેરના ઢેબર રોડ, યાજ્ઞીક રોડ સહિતના વિસ્તારોમાં 1029 ઘરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરતા 9 વ્યક્તિ મળી આવી હતી. જેમાં 3ને નોટિસ અને 2 પાસેથી ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા અંગે રૂ.13000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.

સેન્ટ્રલ ઝોનમાંથી 5 વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા ઝડપાયા
સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 5 વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા મળી આવ્યા હતા. જેમાં 1 પાસેથી ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી હતી અને 1ને નોટિસ આપવામાં આવી હતી. તેમજ રૂ. 8,750ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 1 વ્યક્તિ ડાયરેકટ પમ્પિંગ કરતા મળી આવી હતી અને તેમની પાસેથી ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી હતી. તેમજ 1 વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી. તેમજ રૂ.250ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોનમાં 3 વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા ઝડપાયા
વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 3 વ્યક્તિ ડાયરેક્ટ પમ્પિંગ કરતા મળી આવ્યા હતા. જેમાં 1ને નોટિસ આપવામાં આવી હતી અને રૂ.4000ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. પાણી ચકાસણી ઝુંબેશ દરમિયાન જો કોઇ આસામી ડાયરેક્ટ પમ્પિંગ કરતા માલુમ પડે તેવા કિસ્સામાં રૂ.2000ની પેનલ્ટી વસુલ કરવામાં આવે છે. તેમજ ફળિયા ધોનાર લોકો પાસેથી 250નો દંડ કરવામાં આવે છે.

જિલ્લા સરકારી લાઇબ્રેરીમાં 13 વૃક્ષો કાપી નાખતા મનપાની તપાસ
રાજ્ય સરકારથી માંડી રાજકોટ મહાનગરપાલિકા ઘનિષ્ઠ વૃક્ષારોપણ માટે અભિયાનો ચલાવે છે અને ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષો જ હવે રક્ષા કરી શકે છે તે વાત સ્પષ્ટ બની છે. તેવામાં આજે રાજકોટમાં એક સરકારી જગ્યામાં વૃક્ષછેદન થયાની ઘટના બહાર આવી છે. માલવિયા ચોકમાં આવેલી વર્ષો જૂની જિલ્લા સરકારી લાઇબ્રેરીમાં થોડા દિવસ પહેલા એકસાથે 13 જૂના વૃક્ષ કાપવામાં આવતા આજે આ અંગેની જાણ થવાથી મનપાની ટીમે દોડી જઇને તપાસ કરી હતી. આ લાઇબ્રેરી સંકુલ રાજ્ય સરકારના જ માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવે છે. આમ છતાં લાઇબ્રેરીને નોટિસ આપીને ખુલાસો પૂછાશે અને પૂરેપૂરી તપાસ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...