તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • 9 Out Of 17 Kovid Hospices In Rajkot Do Not Admit Patients Due To Non availability Of Bed Housefull, Jalaram And Rangani Hospices.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયાલિટી ચેક:રાજકોટની 17માંથી 9 ખાનગી કોવિડ હોસ્પિ.માં બેડ હાઉસફૂલ, જલારામ અને રંગાણી હોસ્પિ.માં રેમડેસીવીર ન હોવાથી દર્દીને દાખલ કરાતા નથી

રાજકોટ9 દિવસ પહેલા
ફાઈલ તસ્વીર
 • દિવ્યભાસ્કર દ્વારા શહેરની તમામ કોવિડ હોસ્પિટલમાં સંપર્ક કરી બેડની સ્થિતિ જાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સતત વધતા કોરોના કેસ અને મૃત્યુઆંકે પણ ચિંતા ઉભી કરી છે અને આ બધા વચ્ચે રામબાણ ગણાતું રેમડેસીવીર ઇન્જેક્શનની અછત પણ ચિંતાનો વિષય છે. આ વચ્ચે દિવ્યભાસ્કર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને શહેરની તમામ કોવિડ હોસ્પિટલમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, મોટાભાગની હોસ્પિટલમાં બેડ ન હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

17 પૈકી 9 ખાનગી હોસ્પિટલમાં બેડ ન હોવાનું સામે આવ્યું
રાજકોટ શહેરમાં 17 ખાનગી અને 1 સરકારી કોવિડ હોસ્પિટલનો સમાવેશ થાય છે. દિવ્યભાસ્કર દ્વારા તમામ હોસ્પિટલમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે 17 પૈકી 9 હોસ્પિટલમાં બેડ ન હોવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે અન્ય 3થી 4 હોસ્પિટલમાં સંપર્ક થઇ શક્યો ન હતો. આમ એક વાત સ્પષ્ટ છે કે તંત્ર પુરતા બેડ અવેલેબલના દાવા કરી રહી છે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં બેડ અવેલેબલ નથીનો જવાબ મળી રહ્યો છે.

રાજકોટની 18 કોવિડ હોસ્પિટલના નામ

ક્રમકોવિડ હોસ્પિટલનું નામ
1સ્ટાર સિનર્જી હોસ્પિટલ
2ક્રાઇસ્ટ હોસ્પિટલ
3પરમ હોસ્પિટલ
4સેલસ હોસ્પિટલ
5પીડીયુ સિવિલ હોસ્પિટલ
6રંગાણી હોસ્પિટલ
7સત્કાર હોસ્પિટલ
8વેદાંત હોસ્પિટલ
9સદભાવના હોસ્પિટલ
10સ્ટર્લિંગ હોસ્પિટલ
11વોકહાર્ટ હોસ્પિટલ
12પ્લેક્સક્ષ હોસ્પિટલ
13ક્રિષ્ના હોસ્પિટલ
14મેડિકેર એન્ડ ક્યોર હોસ્પિટલ
15એચ.જે. દોશી હોસ્પિટલ
16કુંદન હોસ્પિટલ
17ઓલમ્પસ હોસ્પિટલ
18જલારામ હોસ્પિટલ
ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

દિવ્યભાસ્કરે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં કરેલા સંપર્ક માહિતી

 1. સ્ટાર સીનર્જી હોસ્પિટલ - બેડ અવેલેબલ નથી
 2. પરમ હોસ્પિટલ - બેડ અવેલેબલ નથી
 3. વેદાંત હોસ્પિટલ - બેડ અવેલેબલ નથી
 4. વોકહાર્ડ હોસ્પિટલ - બેડ અવેલેબલ નથી
 5. ઓલમ્પસ હોસ્પિટલ - બેડ અવેલેબલ નથી
 6. રંગાણી હોસ્પિટલ - બેડ અવેલેબલ નથી
 7. કુંદન હોસ્પિટલ - બેડ અવેલેબલ નથી
 8. જલારામ હોસ્પિટલ - બેડ અવેલેબલ નથી
 9. ક્રાઇસ્ટ હોસ્પિટલ - બેડ અવેલેબલ નથી

ઈન્જેક્શનનો પુરતો જથ્થો આપવામાં આવે એવી માગ
મહત્વનું છે કે રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તાર નજીક આવેલી રંગાણી હોસ્પિટલ અને પંચવટી સોસાયટીમાં આવેલી જલારામ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન હોવાના કારણે દર્દીઓને એડમિશન ન આપવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિરનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ કેટલીક ખાનગી હોસ્પિટલમાં આ ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થયો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ અને સુરતની જેમ રાજકોટને ઇન્જેક્શનનો પુરતો જથ્થો આપવા માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવતા હોય છે. ત્યારે રાજકોટને ઈન્જેકશનનો પૂરતો જથ્થો પહોંચાડવો અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો