તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઓરિજિનલ:લોકડાઉનના 9 માસ બાદ ડિસેમ્બરમાં 3638 બાળકોનો જન્મ, જે પાંચ વર્ષમાં સૌથી વધારે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં છેલ્લા 5 વર્ષમાં બાળકોના જન્મદરના અભ્યાસ બાદ તબીબો સાથે ચર્ચા કરતા સ્ટ્રેસ અને સંતતિ નિયમનનો સંબંધ સ્પષ્ટ મળ્યો
  • સ્ટ્રેસ વધે ત્યારે પુરુષ અને સ્ત્રી બંનેમાં ફર્ટિલિટી ઘટે છે, સ્ટ્રેસ ન હોય ત્યારે ફર્ટિલિટી વધારે હોય છે : તબીબ
  • અનલોક પછી લોકો તાણ અનુભવતા હતા, નવ મહિના પછી જન્મદર 40 ટકા ઘટી 1691 થયો જે પાંચ વર્ષમાં સૌથી ઓછો
  • લોકડાઉનના પ્રથમ 15 દિવસ દંપત્તીના સંબંધો વધુ ગાઢ બન્યા, કોરોના-રોજગારીના સ્ટ્રેસની અસર એપ્રિલ-21માં દેખાઇ
  • 2780 : પાંચ વર્ષ દરમિયાન દરમહિને થયેલા સરેરાશ જન્મ

માર્ચ-2020ના છેલ્લા સપ્તાહમાં લોકડાઉન આવ્યું જુલાઈમાં અનલોક આવ્યું અને સપ્ટેમ્બર સુધીમાં પહેલી લહેર આવી. આ ત્રણેય તબક્કાની લોકોના જાતીય જીવન અને સંતતિઉછેરમાં શું અસર આવી તેની પેટર્ન જાણવા માટે રાજકોટ શહેરના છેલ્લા 5 વર્ષના જન્મના દરનો અભ્યાસ કર્યો હતો. લોકડાઉનના પ્રથમ બે સપ્તાહના નવ મહિના બાદ ડિસેમ્બરમાં 3638 બાળકોનો જન્મ નોંધાયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં ડિસેમ્બરનો સૌથી ઊંચો દર છે. જ્યારે અત્યાર સુધીના સૌથી ઊંચા 3710 બાદ બીજાક્રમે છે.

ઓગસ્ટમાં તો કેસ વધવા લાગ્યા હતા જેથી સ્ટ્રેસમાં વધારો થયો હતો. તે સમયના નવ મહિના એટલે કે એપ્રિલ 2021માં માત્ર 1691 જ બાળકોનો જન્મ નોંધાયો હતો. જે પાંચ વર્ષના સરેરાશ 2780ની સાપેક્ષમાં 40 ટકા જેટલો ઓછો છે. આ અંગે 4 અગ્રણી ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ નિષ્ણાત ડો. ભાવેશ વિઠ્ઠલાણી, ડો. સંજય દેસાઈ અને ડો. રમેશ કાછતિયા સાથે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે લોકડાઉનના શરૂઆતના 15 દિવસ લોકોએ રજાની જેમ માણ્યા હતા.

ધંધા રોજગાર, મહેમાનો, પ્રસંગો આ બધી જ પળોજણ હતી નહીં એટલે હનીમૂન જેવો મીઠો સંગાથ અને સહવાસ રહ્યો સ્ટ્રેસ હતો જ નહીં જેથી ગર્ભાધાન માટે અનુકૂળ વાતાવરણ રહેતા જન્મદર વધ્યો. તેનાથી ઉલ્ટુ જુલાઈ અને ઓગસ્ટ આવતા આવતા કોરોનાના કેસ અને ધંધા-રોજગાર તેમજ લોકડાઉનના સમયથી પુરુષ અને સ્ત્રી બંને સખત સ્ટ્રેસમાં હતા જેની સીધી અસર ફર્ટિલિટી પર થાય આવા સમયે અને તે જ કારણે ત્યારબાદના 9 મહિને સૌથી ઓછો જન્મદર નોંધાયો.

IVF વગર 40 નિ: સંતાન દંપતી બન્યાં માતા-પિતા
રાજકોટમાં આઈવીએફનું પ્રમાણ 50 ટકા થઈ ગયું છે. તબીબો જણાવે છે કે આ પાછળ નાણાકીય સ્થિતિ તો જવાબદાર છે જ પણ અમુક કિસ્સાઓમાં આઈવીએફ વગર દંપતીઓને સંતાનપ્રાપ્તિ થઈ છે. ડો. રમેશ જણાવે છે કે એવા 4 દંપતી કે જેઓ આઈવીએફ થકી સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને લોકડાઉનને કારણે શક્ય ન બન્યું. તેઓ કુદરતી રીતે ગર્ભાધાન કરી શક્યા છે.

રાજકોટમાં આવા 40 દંપતિ હશે, ઘણા કિસ્સાઓમાં કામ અને ટેવને કારણે સ્ટ્રેસ એટલો વધારે હોય છે કે દંપતીને સહવાસનો પણ સમય મળતો નથી અથવા ઈચ્છા થતી નથી. લોકડાઉનમાં સ્ટ્રેસનુ આ પરિબળ હટતા કુદરતી રીતે ફર્ટિલિટી વધી.

2016થી 2021-મે સુધીમાં મહિના મુજબ નોંધાયેલો જન્મદર

વર્ષજાન્યુઆરીફેબ્રુઆરીમાર્ચએપ્રિલમેજૂનજુલાઈઓગસ્ટસપ્ટેમ્બરઓક્ટોબરનવેમ્બરડિસેમ્બરકુલ
201626952353267225212658265725423093317932453080319433889
201727742175234424002602240027763081305032593232305033143
201827742300244622602676235425893184285937103000305033199
201930302306235525992862256927103160316533353283329234646
202029642370234921222268249126642939309624542580363831941
202122162091216516912138-------10301

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...