આરોગ્યના દરોડા:રાજકોટમાં ગાયત્રી મદ્રાસ કાફેમાંથી 9 કિલો વાસી ખોરાક મળ્યો,ફૂડ લાઇસન્સ વગર ધમધતી 4 પેઢીને નોટિસ ફટકારાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીનાં તહેવારમાં લોકો ખાણી-પીણીનું ચલણ જોવા મળે છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે. જ્યાં આરોગ્ય વિભાગે ચેકીંગ હાથ ધરતા મોરબી રોડ પર આવેલ ગાયત્રી મદ્રાસ કાફેમાંથી 9 કિલો વાસી ખોરાક મળ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરવમાં આવ્યો હતો. જયારે મહાકાલ ગાંઠિયા,એ વન પાન & કોલ્ડ્રિંક્સ,જુગાડી અડ્ડા વડાપાઉ અને ગીતાબેન ખાખરાવાળાને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત મીઠાઈના નમૂના પણ લેવામાં આવ્યા હતા.

ત્રણ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
મનપાનાં દરોડા દરમિયાન ફૂડ શાખાના અધિકારીઓ કેમિકલ દ્વારા ટેસ્ટ કરતા માલુમ પાડ્યું કે મીઠાઈમાં સ્ટાર્ચનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જે કારણે મીઠાઈ વજનદાર બને છે. જોકે સ્ટાર્ચવાળી મીઠાઈ ખાવાથી પેટમાં દુખાવો અને એલર્જી થવાની શક્યતાઓ વધે છે. દિવાળીપૂર્વે રાજકોટ મનપાની ત્રણ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. અનેક વિસ્તારોના મીઠાઈ અને ફરસાણના દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

લોકોને પણ જાગૃત રહેવાની અપીલ
મીડિયા સાથે વાત કરતા મનપા અધિકારી પંચાલ દ્વારા જણાવાયું હતું કે, દિવાળીના તહેવાર નિમિત્તે રાજકોટ વાસીઓ મીઠાઈઓ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટ મનપાનાં ફૂડ વિભાગની ટીમ સક્રિય થઇ કડક કામગીરી કરી રહી છે. જેના કારણે લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવી શકાય. આ સાથે લોકોને પણ જાગૃત રહેવાની અપીલ તેમણે કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, આ દરોડા દરમિયાન જ્યાં અખાદ્ય ખોરાક મળી આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...