ધરપકડ:જૂના રાજપીપળાની સીમમાં ટોર્ચના અજવાળે જુગાર રમતા 9 ઝડપાયા

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જુગારના 4 દરોડામાં 27 શખ્સ 1 લાખની રોકડ સાથે પકડાયા

શનિવારે પોલીસે જુદા જુદા આઠ સ્થળે દરોડા પાડી 47 જુગારીને અઢી લાખની રોકડ સાથે પકડી પાડ્યા હતા. ત્યાં વધુ એક વખત શહેર અને જિલ્લા પોલીસે ચાર દરોડા પાડી 27 જુગારીને રૂ.1.04 લાખની રોકડ સાથે પકડી પાડ્યા છે.

સહકાર સોસાયટી-4માં અનિલ નાનજી ચાવડાના મકાનમાં અનિલ ઉપરાંત ગૌરવ ગોવિંદ ચાવડા, વિપુલ રણછોડ કોટડિયા, અશોક લવજી વણોલ, કમલેશ કિશોર જાદવ, જયવંત રણછોડ ચાવડા, કિશોર ધરમશી ચાવડાને રોકડા રૂ.46,820 સાથે, કાળીપાટ ગામે જાહેરમાં જુગાર રમતા હંસરાજ ચના જાદવ, લાલજી ધીરૂ ઝાલા, મોહન ચતુર રાઠોડ, મનસુખ નાનજી જાદવને રોકડા રૂ.4240 સાથે, ગિરનાર સોસાયટીમાંથી દામજી છગન અમેથિયા, અશ્વિન છગન અમેથિયા, લાલજી છગન અમેથિયા, રમેશ ગોબર આંબલિયા, રમેશ કાનજી ગોંડલિયા, રાકેશ મનસુખ ગોંડલિયા, વિઠ્ઠલ મોહન ઉનાગરને રોકડા રૂ.13,400 સાથે, જયારે કોટડાસાંગાણી પોલીસે જૂના રાજપીપળા ગામે કરમાળ નદીના કાંઠે રાત્રીના સમયે ટોર્ચના અજવાળે જુગાર રમતા કિરીટ લાલસીંગ ચૌહાણ, અજય વલ્લભ કુંવરિયા, રવિ લાભુ સોલંકી, બાઘા કાળુ ચુડાસમા, રણજિત લાલજી સોલંકી, ભરત સોંડા ધાડવી, લાલજી ભાયા સોલંકી, કિશોર રામજી સિસોદિયા, હરિશ રામ મુલરવને રોકડા રૂ.40,400 સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

પુષ્પ ભંડારમાં દારૂની મહેક, દારૂ પીતા પાંચને પકડી લેવાયા
શહેરના સંતકબીર રોડ પર આવેલા કેડી કોમ્પ્લેક્સના પહેલા માળે ચામુંડા પુષ્પ ભંડાર નામની ફૂલની દુકાનમાં ભરબપોરે કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણતા હોવાની માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડાથી દારૂ મહેફિલ જમાવીને બેઠેલા શખ્સોના હોશકોશ ઊડી ગયા હતા.

ફૂલની દુકાનમાં પાંચ શખ્સ વિદેશી દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. પોલીસે પાંચેયની પૂછપરછ કરતા ફૂલની દુકાનના માલિક વિપુલ મનુભાઇ બાસકિયા તેમજ મજૂરીકામ કરતા દર્શન પ્રવીણ દેગામા, નિતેશ વિનોદ દેગામા, સની વિનોદ દેગામા અને કમલેશ કિશોર દંતેસરિયા હોવાનું જણાવ્યું હતું. જોકે, દરોડા સમયે પોલીસને માત્ર 100 એમ.એલ જેટલો જ દારૂ હાથ લાગ્યો હતો. પોલીસે દારૂ કબજે કરે પાંચેય શખ્સ સામે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...