તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:લેન્ડ ગ્રેબિંગના 9 કેસની તપાસ પ્રાંતને સોંપાઈ, કમિટીની પ્રથમ બેઠક કલેક્ટર કચેરીએ મળી

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જમીન પચાવી પાડનાર અંગે અરજી આવે એટલે તેમાં પ્રાંત અધિકારી સૌથી પહેલા તપાસ કરશે

રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ પ્રિવેન્શન એક્ટ લાગુ થયો છે. કાયદા મુજબ સમયાંતરે લેન્ડ ગ્રેબિંગ પ્રિવેન્શન કમિટીની બેઠક બોલાવી કેસ અંગે ચર્ચા કરવાની હોય છે. જેમાં રાજકોટ જિલ્લાની પહેલી બેઠક બુધવારે મળી હતી જેમાં 9 કેસને જે તે વિસ્તારના પ્રાંત અધિકારીઓને તપાસ માટે સોંપવામાં આવ્યા છે.

જિલ્લા તેમજ શહેરમાં જ્યારે પણ જમીન પચાવવા અંગેની અરજી કે ફરિયાદ હશે તો તેમાં પ્રાંત અધિકારી સીધી તપાસ કરશે, પોલીસ કમિશનરેટ વિસ્તારમાં પણ પ્રાંત તપાસ કરશે ત્યારબાદ જો કેસમાં તથ્ય નીકળે તો કમિટીમાં કેસ મુકાશે અને પછી ફરિયાદ દાખલ થશે.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા અનુસાર જમીન એ રેવન્યૂનો મુદ્દો હોવાથી પ્રાંતને જવાબદારી સોંપાઈ છે જરૂર પડ્યે શહેર પોલીસને પણ સાથે રાખવામાં આવશે. હાલ જે 9 કેસ છે તે જે તે વિસ્તારના પ્રાંતને તપાસ અર્થે મોકલ્યા છે.પ્રથમ બેઠકમાં કલેક્ટર, અધિક કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ હતા, પોલીસ કમિશનર શહેરમાં ન હોવાથી ડીસીપી ઝોન 2એ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો