તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:12 લોકો સાથે મંડળીના સંચાલકોની 8.95 લાખની છેતરપિંડી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊંચા વ્યાજની લાલચમાં રકમ ગુમાવી, મંડળીના ચેરમેન, મેનેજરની ધરપકડ બાદ રિમાન્ડ

પરિશ્રમ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીમાં 12 રોકાણકારોએ ઊંચું વ્યાજ મળશે તેવી લાલચે 8.95 લાખ રૂપિયા રોકાણ કર્યું હતું. પરંતુ મંડળી સંચાલકોઅે વ્યાજ સાથે રકમ ન આપતા ફરિયાદ નોંધાઇ છે.

રૈયારોડ, શિવપરા-3માં રહેતા ફૈજલ આરિફભાઇ નગેરિયા નામના મોબાઇલના વેપારીએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર-11માં આવેલી પરિશ્રમ ક્રેડિટ કો.ઓપ સોસાયટીના ચેરમેન અમિત અશોક જળુ અને મેનેજર કિશોર અશોક ભટ્ટ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉપરોક્ત મંડળીમાં એજન્ટ તરીકે કામ કરતો મિત્ર નિરવ સાથે વાત કરી પોતાનું તેમજ બહેન અને માતાનું બચત ખાતું ખોલાવ્યું હતું. જેમાં અત્યારે પાકતી રકમ પૈકી 14,800 લઇ જાઓ. બાકીના રાબેતા મુજબ કામગીરી ચાલુ થઇ જશે ત્યારે તમારી રકમ તમને ચૂકવી આપીશું તેવું કહ્યું હતું.

જેથી એક મહિનો રાહ જોયા બાદ ફરી બાકી રહેતી રકમ અંગે વાત કરવા છતાં મંડળીની ઓફિસથી યોગ્ય જવાબ મળતો ન હતો. તપાસ કરતા પોતાના રૂ.1.08 લાખ અને અન્ય 11 રોકાણકારના મળી કુલ રૂ.8.95 લાખની મંડળીના સંચાલકોએ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. મંડળીના સંચાલકોએ રોકાણકારો અને થાપણદારોને સારા વ્યાજની રકમ સાથે પરત મળશે તેવી લાલચ આપી હોય કૌભાંડનો અંદાજિત આંક એક કરોડ ઉપર જાય તેવી સંભાવના છે. મોબાઇલના ધંધાર્થીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ કે.એ.વાળા સહિતના સ્ટાફે ગુનો નોંધી ત્વરિત કામગીરી કરી મંડળીના ચેરમેન અમિત જળુ અને મેનેજર કિશોર ભટ્ટની અટકાયત કરી કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...