ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ:રાજકોટ જિલ્લાનું 88.72% પરિણામ, સૌથી વધુ 99.34% વાંગધ્રા કેન્દ્રનું, વિદ્યાર્થિનીઓએ ગરબાની રમઝટ બોલાવી

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટની ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થિનીઓએ ગરબા રમી પરિણામને વધાવ્યું.
  • 402 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 2558 વિદ્યાર્થીઓે A2 ગ્રેડ મેળવ્યો
  • આ વખતે 2020 કરતા 10 ટકા પરિણામ ઓછું આવ્યું

આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારના 8 વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર પરિણામ મુકવામાં આવ્યું છે.જેમાં રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 99.34 ટકા વાંગધ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું રાજકોટ સેન્ટ્રલ જેલનું 0 ટકા રિઝલ્ટ છે રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ ફેલ થતા શૂન્ય પરિણામ આવ્યું છે. રાજકોટમાં વિદ્યાર્થીઓએ પરિણામને વધાવ્યું છે અને સ્કૂલોમાં રાસ-ગરબા રમતા જોવા મળ્યા હતા.

રાજકોટ જિલ્લામાં ગ્રેડવાઇઝ વિદ્યાર્થીઓની સંખ્યા
રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 402 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 2558 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 4166 વિદ્યાર્થીઓ, B2માં 4876 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 3811 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 1562 વિદ્યાર્થીઓ D1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓ અને E1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સુરત બાદ રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થિનીઓમાં ઉત્સાહ જોવા મળ્્યો
ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થિનીઓમાં ઉત્સાહ જોવા મળ્્યો

રાજકોટ જિલ્લાનું કેન્દ્રવાઈઝ રિઝલ્ટ

કેન્દ્રનું નામટકાવારી
ધોરાજી91.05
ગોંડલ85.46
જેતપુર85.53
રાજકોટ ઇસ્ટ89.7
રાજકોટ વેસ્ટ88.08
જસદણ90.89
જામકંડોરણા91.29
રાજકોટ સાઉથ92.39
ત્રંબા90.95
ઉપલેટા91.74
પડધરી85.68
રાજકોટ સેન્ટ્રલ84.11
રાજકોટ નોર્થ87.17
ભાયાવદર86.41
વીંછિયા93.22
રૂપાવટી98.06
વાંગધ્રા99.34
આટકોટ94.76
સેન્ટ્રલ જેલ રાજકોટ0

રાજકોટ મ્યુનિ. સંચાલિત હાઇસ્કૂલનું ઝળહળતું પરિણામ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું 86.91% અને શાળાનું 72.22%, શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું 86.91% અને શાળાનું 95% પરિણામ આવ્યું છે. પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલમાં 54 વિદ્યાર્થીઓ અને શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.

વિશ્વા સૂચક (99.99 PR)
વિશ્વા સૂચક (99.99 PR)

કેન્સરથી પિતાનું અવસાન, માતાએ જરૂરિયાત પૂરી કરી ભણાવી
ધોરણ 12 કોમર્સની ઈંગ્લિશ મીડિયમની વિદ્યાર્થિની વિશ્વા સૂચકે 99.99 PR અને 97 ટકા મેળવી ટોચનું સ્થાન મેળવ્યું છે. વિશ્વાના પિતા 2014માં કેન્સરમાં અવસાન પામ્યા હતા. ત્યારબાદ તેમની માતા પર બધી જવાબદારી આવી પડી હતી, છતાં પોતાની પુત્રીને ભણાવી તેની બધી જરૂરિયાતો પૂરી કરવા કોશિશ કરી. અથાગ મહેનત અને શિક્ષકોના પ્રયાસથી વિશ્વાએ 99.99 પીઆર મેળવ્યા છે.

હીર સોરઠિયા (99.96 PR)
હીર સોરઠિયા (99.96 PR)

બોર્ડની પરીક્ષાના 5 મહિના પહેલા જ પિતાનું અવસાન થયું
હીર સોરઠિયાએ ધો.12માં 99.96 પીઆર મેળવ્યા છે. હીરના માતાએ કહ્યું હતું કે, હીર સ્કૂલે અને ઘેર નિયમિત અભ્યાસ કરતી હતી, પરંતુ દિવાળી સમયે એક અકસ્માતમાં હીરના પિતાનું અવસાન થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હીરનો અભ્યાસ પણ ડિસ્ટર્બ થયો હતો પરંતુ બાદમાં તેણે ઘણી મહેનત કરી અને ધો.12માં 99.96 પીઆર મેળવ્યા છે.

સવારે પરિણામ જાહેર થયું, સાંજે કોલેજોમાં એડમિશન ફુલ થવા લાગ્યા!
શનિવારે ધો.12 કોમર્સનું પરિણામ સવારે 8 કલાકે જાહેર થયા બાદ જે કોલેજમાં જેટલી ઇન્ટેક ઉપલબ્ધ છે તેટલા ફોર્મ પરિણામ જાહેર થયાના દિવસે જ સાંજ સુધીમાં ભરાઇ ગયા હતા. કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓએ જે-તે કોલેજમાં એડમિશન લેવા માટે ફોર્મ પણ ભરી દીધા હતા. જે કોલેજમાં 100 સીટ છે ત્યાં 170 જેટલા ફોર્મ અને જ્યાં 60 સીટ છે ત્યાં 100 જેટલા ફોર્મ પરિણામના દિવસે ભરાઇ ગયા હતા. જોકે હજુ કોલેજોમાં મેરિટ જાહેર કરાશે, ત્યારબાદ વિદ્યાર્થીને ફાઈનલ પ્રવેશ મળશે.

બે વર્ષમાં 9.58% પરિણામ વધ્યું, એ-1 ગ્રેડના વિદ્યાર્થી 272% વધ્યા પણ ટોપ-5માં રહેતું રાજકોટ 17મા ક્રમે ધકેલાયું, 2305 નાપાસ થયા

2 વર્ષમાં ધો.12 કોમર્સમાં 4851 વિદ્યાર્થી ઘટ્યા, પરિણામ 9.58% ઘટ્યું

વિગતવર્ષ-2020વર્ષ-2022
પરિણામ79.14%88.72%
વિદ્યાર્થીની સંખ્યા24,64619,795
A1 ગ્રેડના વિદ્યાર્થી108402
A2 ગ્રેડના વિદ્યાર્થી15512558
B1 ગ્રેડના વિદ્યાર્થી35794166
B2 ગ્રેડના વિદ્યાર્થી52654876
ફેલ થયેલા વિદ્યાર્થી51742305

એક્સપર્ટ;બી.કોમ., બી.એ.-ઈંગ્લિશ અને સાઇકોલોજીનો ક્રેઝ અત્યારે વધુ, સીટ વધારવી પડશે
ધો.12 સામાન્ય પ્રવાહનું સૌથી સારું પરિણામ આ વર્ષે આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ વધુ પાસ થયા હોવાને લીધે કોમર્સ અને આર્ટસ કોલેજોમાં પણ એડમિશનો વધુ થશે. હાલ સૌથી વધુ બી.કોમ, બી.એ. વિથ ઈંગ્લિશ અને બી.એ. વિથ સાઇકોલોજીનો ક્રેઝ સૌથી વધુ છે. ત્યારબાદ બીબીએ અને બીસીએની ડિમાન્ડ છે. સૌરાષ્ટ્રની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ઇન્ટેક વધારવામાં આવે તો વિદ્યાર્થીઓ ઓછી ફીમાં અભ્યાસ કરી શકે. ખાનગી યુનિવર્સિટીઓ તરફ પણ વિદ્યાર્થીઓનો પ્રવાહ વધુ રહેશે. કોલેજોમાં પણ સીટ વધારવી પડે તેવી સ્થિતિ સર્જાશે. - ડૉ. રાજેશ કાલરિયા, શિક્ષણવિદ