તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદ્યુમ્નપાર્ક ઝૂ:પ્રદ્યુમ્નપાર્ક ઝૂ ખૂલ્યા બાદ 87 હજાર લોકોએ મુલાકાત લીધી

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • 17 માર્ચથી 19 ઓક્ટોબર સુધી બંધ હતું ઝૂ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમ્નપાર્ક ઝૂ લોકડાઉન પહેલા એટલે કે 17 માર્ચથી 19 ઓક્ટોબર સુધી બંધ રહ્યું હતું. ત્યાર બાદ કેન્દ્ર સરકારે બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય ખોલવા માટે મંજૂરી આપી હતી. જેના પગલે મનપાએ પ્રદ્યુમ્નપાર્ક ઝૂ 20 ઓક્ટોબરથી લોકો માટે ખુલ્લું મુક્યું હતું. ત્યારથી લઇ 28 ડિસેમ્બર સુધીમાં ઝૂની મુલાકાતે 87 હજાર લોકો આવ્યા છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાને 21.75 લાખ રૂપિયાની આવક થઇ છે.

પ્રદ્યુમ્નપાર્ક ઝૂ ખાતે જુદી જુદી 54 પ્રજાતિના 450થી વધુ પ્રાણી, પક્ષીઓ છે. જેને નિહાળવા માટે છેલ્લા 38 દિવસમાં 87 હજાર લોકો આવ્યા હતા. ઓક્ટોબર માસમાં કેન્દ્ર સરકાર જે તે શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ જોઇને બગીચા પાર્ક, ઝૂ, મ્યુઝિયમ વગેરે ખુલ્લા મૂકવાની છૂટછાટ આપતી ગાઇડલાઇન પ્રસિદ્ધ કરતા રાજકોટ મનપાએ તબક્કાવાર હરવા ફરવાના જાહેર સ્થળો ખોલવાના નિર્ણય કર્યો હતો. જે અનુસંધાને 20 ઓક્ટોબરથી પ્રદ્યુમ્નપાર્ક ઝૂ પણ મુલાકાતીઓ માટે ખોલી નાખવામાં આવ્યું હતું. ત્યારથી આજદિન સુધીમાં 87 હજાર મુલાકાતીએ મુલાકાત લઇ ઝૂના પ્રાણીઓ, પક્ષીઓ અને કુદરતી સૌંદર્ય નિહાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો