ભાસ્કર ઓરીજીનલ:રાજ્યમાં ફૂડના 8.5% સેમ્પલ ફેલ થાય પણ રાજકોટમાં આ દર 20%

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ મહિનામાં ટેસ્ટ થયેલા 43 નમૂનામાંથી 9 નાપાસ થયા, ફાસ્ટફૂડમાં વપરાતી ચટણીમાંથી નીકળ્યા બેક્ટેરિયા
  • શહેરમાં બેફામ રીતે થાય છે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, મૂળ સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડશાખાનું કામ સમયાંતરે ખાદ્ય પદાર્થોના નમૂના લઈને તેમાં થતી ભેળસેળ અટકાવવાનું અને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે જોવાનું છે. દર વર્ષે સેંકડો સેમ્પલ લેવાય છે શહેરમાં છેલ્લા 3 મહિનામાં 92 સેમ્પલ લેવાયા હતા જેમાંથી હજુ પણ 49ના રિઝલ્ટ બાકી છે જ્યારે 43ના પરિણામ આવ્યા તેમાંથી 34 પાસ જ્યારે 9 ફેલ થયા છે એટલે કે સેમ્પલ ફેલ થવાનો રેશિયો 20 ટકા છે. જ્યારે તેની સામે સમગ્ર રાજ્યનો સેમ્પલ ફેલ રેશિયો 8.5 ટકા છે જે સાબિત કરે છે કે રાજ્યના ઘણા જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ કરતા વધારે છે. જે 9 સેમ્પલ ફેલ થયા છે તેમાંથી 2 દૂધના સેમ્પલ છે કે જેનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે કર્યો હતો. બીજા સેમ્પલમાં ફાસ્ટફૂડના વેપારીઓના છે જેમાંથી હાનિકારક બેક્ટેરિયા મળ્યા છે.

શહેરમાં આ રીતે બેફામ ભેળસેળ થવાના અનેક કારણો છે તે પૈકી એક કારણ એ છે કે જ્યારે સેમ્પલ ફેલ થાય ત્યારે જે તે વેપારી પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લેવાય છે ભેળસેળનું મૂળ શોધવામાં આવતું નથી તેમજ આકરી કાર્યવાહીને બદલે અધિક કલેક્ટરની કોર્ટમાં સામાન્ય દંડ ભરીને છૂટી જવાય છે આ કારણે ભેળસેળિયા તત્ત્વો બેફામ બની ગયા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.

નામ અને સરનામુંસેમ્પલનું નામફેલ થવાનું કારણ
1) તેરૈયા તેજસ મુકેશભાઈ, શ્યામ ડેરી કોઠારિયા મે. રોડમીના નેચરલાઈટ માર્ગેરિન

બાઉડીન ટેસ્ટ નેગેટિવ

2) દીપક ટાંક, સાધના ભેળ, ગોંડલ રોડખજૂરનું પાણી

ઈ-કોલાઈ બેક્ટેરિયા

3) રાજુ કુશવાહ, બોમ્બે સ્ટાઈલ ભેળ, સર્વેશ્વર ચોકપાણીપૂરીનો મસાલો

ઈ-કોલાઈ બેક્ટેરિયા

4) પ્રજાપતિ નારાયણ કરોડીલાલ, નારાયણ દિલ્હી ચાટ, ન્યૂ જાગનાથખજૂરની ચટણી

ઈ-કોલાઈ બેક્ટેરિયા

5) પ્રજાપતિ નારાયણ કરોડીલાલ, નારાયણ દિલ્હી ચાટ, ન્યૂ જાગનાથપાણીપૂરીનો મસાલો

ઈ-કોલાઈ બેક્ટેરિયા

6) ચિરાગ ભીંડોરા, જય જલારામ પાણીપૂરી પુરુષાર્થ મે. રોડપાણીપૂરીનો મસાલો

ઈ-કોલાઈ બેક્ટેરિયા

7) રાજા ગોગન ટોળિયા, બોલેરો વાહનદૂધફોરેન ફેટ
8) ઝાપડા ભીખા વેજા, આશાપુરા ડેરી, આશાપુરા રોડદૂધફોરેન ફેટ
9) હિતેશ સાવલિયા, શિવશક્તિ ડેરી, પેડક રોડદૂધફોરેન ફેટ
અન્ય સમાચારો પણ છે...