તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પલંગ પર તાપણું:રાજકોટમાં 8.5 ડિગ્રી, ઠંડા અને સૂકા પવનથી ઠંડીનો દબદબો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
એરપોર્ટ રોડ પર એક પરિવારે ફળિયામાં પલંગ પર તાપણું કરી ઠંડીથી રક્ષણ મેળવ્યું હતું. - Divya Bhaskar
એરપોર્ટ રોડ પર એક પરિવારે ફળિયામાં પલંગ પર તાપણું કરી ઠંડીથી રક્ષણ મેળવ્યું હતું.
 • મહત્તમ તાપમાન 25.4 ડિગ્રી રહ્યું, હજુ બે દિવસ ઠાર પડશે
 • સવારે 5.30 વાગ્યે નીચું તાપમાન : પવનની ગતિ 25 કિ.મી.

રાજકોટમાં શીતલહેર ચરમસીમાએ પહોંચી ગઈ છે. સોમવારે ન્યુનતમ તાપમાન માત્ર 8.5 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું અને આગામી દિવસોમાં તેના કરતા પણ ઘટે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટમાં શીતલહેરને કારણે ઠંડા અને સૂકા પવનો શરૂ થયા છે, પવનની ગતિ 25 કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચી હતી અને સરેરાશ 13 કિ.મી.એ પવન ફૂંકાયો છે. સૂકા અને ઠંડા પવનને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 15 ટકા થઈ ગયું હતું અને મહત્તમ તાપમાન 25.4 ડિગ્રીથી આગળ વધ્યું ન હતું. બપોરના 1 વાગ્યે માત્ર 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ જણાવે છે હજુ તો સિઝન શરૂ થઈ છે તેથી 8.5 ડિગ્રી કરતા પણ નીચે પારો જાય તેવી પૂરી શક્યતા છે. છેલ્લા બે વર્ષથી 9 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે, પાંચ વર્ષ પહેલા 8 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. વર્ષો પહેલા 5.4 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે તેથી આ વર્ષે રેકોર્ડ તૂટે તેવી શક્યતા છે.

ક્યાં શહેરનું કેટલું તાપમાન
શહેરતાપમાન
રાજકોટ8.5
સુરેન્દ્રનગર10
વલસાડ13
કેશોદ8
દીવ11.5
ડીસા7
પોરબંદર10
મહુવા12
ભુજ10
વેરાવળ13.3
વડોદરા11.2
સુરત15.2

રૂમ હીટરનો ઉપયોગ ટાળો : ડો. ઠક્કર
શહેરના અગ્રણી તબીબ ડો. મયંક ઠક્કર જણાવે છે કે, ‘હાલ ઠંડી વધી રહી છે ત્યારે અમુક લોકો રૂમમાં હીટર વાપરી તાપમાન ઊંચું લાવતા હોય છે. આ ખોટી રીત છે હીટર ચાલુ થાય એટલે તે ઓક્સિજનનું ઝડપથી દહન કરે છે આ કારણે રૂમમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને શ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે. બાળકો અને વૃદ્ધોને ગરમ ઈનરવેર પહેરાવા જોઈએ તેમજ બહાર નીકળે એટલે કાન ઢાંકવા તેમજ જમવામાં ફ્રીઝની કોઇપણ વસ્તુ ટાળવી જોઈએ જેથી આ સમયે નિરોગી રહી શકાય.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો