કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે નવા 6 અને ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો, એક્ટિવ કેસની સંખ્યા 50 પર પહોંચી, 70 વર્ષના તબીબનું કોરોનાથી મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પોરબંદરના 70 વર્ષીય વૃદ્ધનું પણ સારવાર દરમિયાન મોત થયું
  • ગઈકાલે શહેરમાં 5 અને ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા

રાજકોટમાં આજે નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા 42950 પર પહોંચી છે. એક્ટિવ કેસની સંખ્યા 50 પર પહોંચી છે. આજ 10 દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આજે 70 વર્ષીય તબીબનું કોરોનાથી મોત નીપજ્યું હતું. કોરોના ખતરનાક વેરિયેન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. સાથે સાથે કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ 11 દિવસમાં કોરોનાએ બે દર્દીનો ભોગ લઈ લેતાં ચિંતા વ્યાપી જવા પામી છે. જ્યારે ગ્રામ્યમાં પણ આજે એક નવો કેસ નોંધાયો છે. ધોરાજી તાલુકાના મોટીમાત્રાવડ ગામના 65 વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 14953 પર પહોંચી છે. આથી ગ્રામ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 15 પર પહોંચી છે. જેમાં 5 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 10 દર્દી હોમ આઇસોલેટ છે.

મૃતક તબીબના દાખલ થતાં પહેલાં ફેફસા ફેલ થઇ ગયા હતા
શહેરના વિદ્યાનગર રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલાં પોરબંદરના 70 વર્ષીય ડોક્ટર (જનરલ પ્રેક્ટિશનર) દાખલ થયા હતા. આ અંગે તેમની સારવાર કરનારા તબીબે જણાવ્યું હતું કે, અહીં દાખલ થતાં પહેલાં જ તેમના ફેફસા અત્યંત ખરાબ થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે, મૃતકે વેક્સિન લીધી હોવા છતાં તેઓ કોરોના સામે હારી ગયા છે. તેમને કોરોના થયાનું નિદાન થતાં સૌથી પહેલાં તેમણે પોરબંદરમાં જ સારવાર મેળવી હતી પરંતુ ત્યાં કારગત નહીં નિવડતાં ગોકુલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલાં દાખલ કરાયા હતા. અહીં ગત સાંજે તેમનું નિધન થતાં પરિવારમાં કરુણ કલ્પાંત વ્યાપી ગયો છે.

કોરોનાના 9 કેસ સામે આવ્યા
રાજકોટ શહેરમાં ગઈકાલે કોરોનાના 9 કેસ સપાટી પર આવતા ફફડાટ ફેલાયો છે. શહેરમાં 5 અને ગ્રામ્યમાં નવા 4 દર્દી નોંધાયા છે. શહેરના એરપોર્ટ રોડ, નારાયણનગર, મહાવીરનગર અને શ્રીજીનગરમાં કોરોના કેસો નોંધાયા છે. જ્યારે જિલ્લાના ગોંડલ, ગુંદાસરા, ધોરાજી અને ઉપલેટામાં કોરોનાના નવા કેસો સામે આવ્યા છે.

7 વર્ષીય બાળક સંક્રમિત
રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં શ્રીજીનગરમાં 7 વર્ષીય બાળક અને 35 વર્ષીય યુવતી તેમજ એરપોર્ટ રોડ પર 33 વર્ષીય યુવાન અને મહાવીરનગરમાં 52 વર્ષીય પ્રૌઢ સંક્રમિત થતા હોમ આઇસોલેટ કરાયા છે. નારાયણનગરમાં રહેતા 76 વર્ષીય વૃધ્ધ હાલમાં જ અમદાવાદથી આવ્યા હતા તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા હોમ આઇસોલેટ કરાયા છે. જ્યારે 7 વર્ષીય બાળક સિવાયના તમામ દર્દીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરવા મનપાના આરોગ્ય વિભાગે તજવીજ કરી છે.

57 વર્ષીય પ્રૌઢનો રીપોર્ટ પોઝીટીવ
આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ, ગુંદાસરા, ધોરાજી અને ઉપલેટામાં કોરોનાના નવા કેસો નોંધાતા ફફડાટ ફેલાયો છે. ગોંડલ શહેરમાં રહેતા 28 વર્ષીય યુવાન, ગુંદાસરામાં રહેતા 69 વર્ષીય વૃધ્ધા અને ધોરાજીમાં રહેતા 57 વર્ષીય પ્રૌઢનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લાની આરોગ્ય ટીમ દોડી ગઇ છે. આ એક પણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હાલ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 14 એકટીવ કેસ છે, જેમાંથી એક ઓમિક્રોન દર્દી છે, હાલ 4 દર્દી હોસ્પિટલમાં અને 10 દર્દી હોમ આઇસોલેટ રહી સારવાર લઇ રહ્યા છે.

હાલ 55 એકટીવ કેસ છે
શહેરમાં હાલ 55 એકટીવ કેસ છે. અત્યારસુધીના કુલ સંક્રમીતોની સંખ્યા 42944 થઇ છે. ગ્રામ્યમાં 14 એકટીવ કેસ અને પોઝીટીવ કેસની કુલ સંખ્યા 14948 થઇ છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં આજે સાંજ સુધીમાં 4765 અને ગ્રામ્યમાં 898પ લોકોએ વેકસીન લીધી છે.