રાજકોટ જિલ્લામાં યોજાનારી માર્ચ-2023ની SS.C. અને H.S.C. પરીક્ષાના સફળ સંચાલન માટે આજે રાજ્યના શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, બોર્ડના અધિકારીઓ ડીઈઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા અંગે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોર, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
320 જેટલા સેન્ટર છે
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે જિલ્લામાં 320 જેટલા સેન્ટર છે, જે પૈકી 2916 બ્લોક છે અને 84 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. 9 સંવેદનશીલ કેન્દ્રો છે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પી.જી.વી.સી.એલ. દ્વારા પાવર મેનેજમેન્ટ, એસ.ટી વિભાગ દ્વારા વાહન વ્યવસ્થા, પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.ગરમીના દિવસો હોવાના કારણે તમામ સ્કુલો ખાતે પાણીની અને વિદ્યાર્થીઓને પ્રિ-એક્ઝામ અને પોસ્ટ-એક્ઝામ સ્ટ્રેસ કાઉન્સેલીંગની વ્યવસ્થા કરવા સહિતની તમામ સુચનાઓ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.
ઝોનની ઝોનલ કચેરી બનશે
રાજકોટ જિલ્લામાં ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષાના - સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહના 05 ઝોન અને માધ્યમિક પરીક્ષા-05 ઝોન રાખવામાં આવ્યા છે. એચ.એસ.સી પરીક્ષાની 03 ઝોનની ઝોનલ કચેરી - કરણસિંહજી હાઈસ્કુલ, રાજકોટ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની 01 ઝોનની ઝોનલ કચેરી- ભગવતસિંહજી હાઈસ્કુલ, ધોરાજી અને સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની 01 ઝોનની ઝોનલ કચેરી– મોડેલ સ્કુલ, જસદણ ખાતે નિર્ધારીત કરવામાં આવી છે.
સ્કૂલ નિર્ધારીત કરવામાં આવી
એસ.એસ.સી પરીક્ષાની 01 ઝોનની ઝોનલ કચેરી – જી. ટી. ગર્લ્સ હાઈસ્કૂલ,રાજકોટ અને ૦૨ ઝોનની ઝોનલ કચેરી – બાઈ સાહેબબા ગર્લ્સ હાઈ.,રાજકોટ તથા ૦૧ ઝોનની ઝોનલ કચેરી - ભગવતિસંહજી હાઈસ્કૂલ, ધોરાજી અને 01 ઝોનનો ઝોનલ કચેરી – મોડેલ સ્કુલ, જસદણ ખાતે નિર્ધારીત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.